ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલે : જોરશોરથી થઈ રહેલો પ્રચાર

અટલ સમાચાર, અમદાવાદ ગુજરાતીઓ 23મીએ મતદાન કરી પોતાનો વોટ આપશે. જે સાથે જ વિશ્વની સૌથી મોટી લોકશાહી પર્વના ત્રીજા તબક્કાની ચુંટણી યોજાશે. જેમાં અનેક મોટા માથાઓના ભાવિને ફેંસલો 23મી મેના નક્કી થઈ જશે. મંગળવારને ર૩મી એપ્રિલે લોકસભાની ત્રીજા તબક્કાની 14 રાજયોની 115 બેઠકો માટે મતદાન થશે. જે માટેના જાહેર પ્રચાર પડઘમનો આવતીકાલે સાંજે અંત આવશે
 
ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલે : જોરશોરથી થઈ રહેલો પ્રચાર

અટલ સમાચાર, અમદાવાદ

ગુજરાતીઓ 23મીએ મતદાન કરી પોતાનો વોટ આપશે. જે સાથે જ વિશ્વની સૌથી મોટી લોકશાહી પર્વના ત્રીજા તબક્કાની ચુંટણી યોજાશે. જેમાં અનેક મોટા માથાઓના ભાવિને ફેંસલો 23મી મેના નક્કી થઈ જશે.

મંગળવારને ર૩મી એપ્રિલે લોકસભાની ત્રીજા તબક્કાની 14 રાજયોની 115 બેઠકો માટે મતદાન થશે. જે માટેના જાહેર પ્રચાર પડઘમનો આવતીકાલે સાંજે અંત આવશે તે પછી ડોર ટુ ડોર પ્રચાર કરાશે. મંગળવારના મતદાન સાથે કુલ 306 બેઠકોની ચૂંટણી પૂર્ણ થશે. નવી સરકાર માટે જરૂરી બહુમતીથી વધુ સંખ્યાની બેઠકો પર ચૂંટણી સંપન્ન થશે. 23મીએ ગુજરાતની-26, કેરળ, ગોવા, દાદરાનગર હવેલી, દમણ અને દીવ તથા પોંડીચેરીની તમામ તથા આસામ, બિહાર, છતીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડીશા, યુપી, પ.બંગાળ, અને જમ્મુ-કાશ્મીર રાજ્યોની બેઠકો માટે મતદાન થશે. 543 બેઠકો માટે કુલ 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 23મી મેએ પરિણામ આવશે.

ભાજપ માટે ત્રીજા તબક્કાની ચુંટણીનું મહત્વ પણ ઘણું છે. સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને જીતના દાવા સાથે જોરદાર પ્રચાર કરી રહ્યા છે.