ખતરો@દેશઃ કોરોનાના કુલ કેસ 1લાખ 45 હજારને પાર, મૃત્યુઆંક 4167

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં છેલ્લા 24 કલાકમાં 6535 નવા કેસ સામે આવ્યાં બાદ દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 1 લાખ 45 હજારને પાર કરી ગયો છે. એક મે બાદ કોરોનાના કેસની સંખ્યા ચાર ગણી થઈ ગઈ છે. આ દિવસથી જ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
ખતરો@દેશઃ કોરોનાના કુલ કેસ 1લાખ 45 હજારને પાર, મૃત્યુઆંક 4167

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં છેલ્લા 24 કલાકમાં 6535 નવા કેસ સામે આવ્યાં બાદ દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 1 લાખ  45 હજારને પાર કરી ગયો છે. એક મે બાદ કોરોનાના કેસની સંખ્યા ચાર ગણી થઈ ગઈ છે. આ દિવસથી  જ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં કોવિડ 19ના ચેપથી મૃત્યુઆંક 4167 પર પહોંચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 6535 નવા કેસ નોંધાયા છે અને આ સાથે દેશભરમાં કોરોનાના કેસનો આંકડો 1,45380 પર પહોંચ્યો છે. જેમાં 80722 એક્ટિવ કેસ છે જ્યારે 60,490 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. સોમવારે સવારે આઠ વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 154 લોકોના મોત થયા છે. પહેલી મેની સરખામણમાં ત્રણગણો કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે.

નાગાલેન્ડમાં સોમવારે કોવિડ 19ના પહેલીવાર 3 કેસ આવ્યાં. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. જ્યાં 2436 નવા કેસ સામે આવ્યાં છે. સોમવારે સંક્રમણથી 60 લોકોના મોત થયાં. રાજ્યમાં કોરોનાના કુલ 52,667 કેસ તથા મૃત્યુ 1695 થયા છે. આ ઉપરાંત 18 પોલીસકર્મીઓના સંક્રમણના કારણે જીવ ગયા. ગુજરાતની પણ સ્થિતિ ખરાબ છે. જ્યાં કોરોનાના 405 કેસ નવા આવ્યાં છે. કુલ દર્દીઓની સંખ્યા 14,468 થઈ છે.