ધક્કા@ખરાટાંણે: સિંચાઇ માટે બોરની લાઇટ અધ્ધરતાલ, ખેડુત ત્રાહિમામ્

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) કાંકરેજ તાલુકાના ગામે ખેડુતને ખરાટાંણે વીજ વિભાગની પરેશાની સતાવી રહી છે. વરસાદની ખેંચ પડતા બોરનું પાણી શરૂ કરવાની નોબત આવી છે. બોરની ડી.પી. બળી ગયા બાદ વીજ વિભાગે મરામત વિલંબમાં મુકતા ખેડુતને પાક બળી જવાની ભિતી પેઠી છે. જેના પગલે કંબોઇ ગામના ખેડુત શિહોરી સ્થિત વીજ વિભાગની કાર્યપધ્ધતિથી નારાજ બન્યા
 
ધક્કા@ખરાટાંણે: સિંચાઇ માટે બોરની લાઇટ અધ્ધરતાલ, ખેડુત ત્રાહિમામ્

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના ગામે ખેડુતને ખરાટાંણે વીજ વિભાગની પરેશાની સતાવી રહી છે. વરસાદની ખેંચ પડતા બોરનું પાણી શરૂ કરવાની નોબત આવી છે. બોરની ડી.પી. બળી ગયા બાદ વીજ વિભાગે મરામત વિલંબમાં મુકતા ખેડુતને પાક બળી જવાની ભિતી પેઠી છે. જેના પગલે કંબોઇ ગામના ખેડુત શિહોરી સ્થિત વીજ વિભાગની કાર્યપધ્ધતિથી નારાજ બન્યા છે.

કાંકરેજ તાલુકાના કંબોઇ ગામે અનેક ખેડુતોએ અગાઉના વરસાદથી વાવેતર કરી દીધુ હતુ. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો બીજો તબક્કો વિલંબમાં જતા ઉભા પાકો સુકાઇ જવાની સ્થિતિએ જઇ શકે છે. જેનાથી સ્થાનિક ખેડુતો સગવડને પગલે પોતાનો બોર શરૂ કરી તો કેટલાક અન્ય બોરનું પાણી લેવા મજબૂર બન્યા છે. જેમાં સ્થાનિક સોલંકી પ્રધાનજી કુરાજીના બોરની ડીપી સિંચાઇ ટાંણે બળી જતા ભાગદોડ મચી ગઇ છે.

ધક્કા@ખરાટાંણે: સિંચાઇ માટે બોરની લાઇટ અધ્ધરતાલ, ખેડુત ત્રાહિમામ્

ખેડુતે શિહોરી વીજ કચેરીનો સંપર્ક કરી છેલ્લા દસ દિવસથી મથામણ આદરી છે. જોકે, કોઇ કારણસર બળી ગયેલું ડીપી વીજ વિભાગ ઘ્વારા મરામત નહી થતા હાલાકી વધી ગઇ છે. ખેડુતે સમગ્ર મામલે પાક સુકાઇ જાય તો વીજ વિભાગની જવાબદારી સમજી નારાજગી બતાવી હતી.