TikTok પ્રતિબંધઃ મેડ ઈન ઈન્ડિયા “ચિંગારી” Appsને પ્રોત્સાહન આપશે સરકાર

અટલ સમાચાર, ડેસ્ક સરકારે લોકપ્રિય ચાઇનીજ એપ ટિકટૉક, હેલો અને વીચેટ સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકાર તરફથી પ્રતિબંધ લગાવવાન જાહેરાત કરતાં કહેવામાં આવ્યું કે ડેટા સુરક્ષા સાથે જોડાયેલા પાસાઓ અને 130 કરોડથી વધુ ભારતીયોની ગોપનીયતાની સુરક્ષાને લઈ ચિંતા વધી ગઈ હતી. જોકે, અધિકારીઓનું માનીએ તો આ પગલા પાછળ ‘મેડ ઇન
 
TikTok પ્રતિબંધઃ મેડ ઈન ઈન્ડિયા “ચિંગારી” Appsને પ્રોત્સાહન આપશે સરકાર

અટલ સમાચાર, ડેસ્ક

સરકારે લોકપ્રિય ચાઇનીજ એપ ટિકટૉક, હેલો અને વીચેટ સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકાર તરફથી પ્રતિબંધ લગાવવાન જાહેરાત કરતાં કહેવામાં આવ્યું કે ડેટા સુરક્ષા સાથે જોડાયેલા પાસાઓ અને 130 કરોડથી વધુ ભારતીયોની ગોપનીયતાની સુરક્ષાને લઈ ચિંતા વધી ગઈ હતી. જોકે, અધિકારીઓનું માનીએ તો આ પગલા પાછળ ‘મેડ ઇન ઈન્ડિયા’ના કેમ્પેનને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે. ભારતે ચીનની ટિકટૉકની ટક્કરમાં આવેલી દેશી એપ ચિંગારી (Chingari) લાવીને નવી ઝલક પણ દર્શાવી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચિંગારી પણ ટિકટૉકની જેમ શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. લૉન્ચ થવાના 72 કલાકમાં તે 5 લાખથી વધુ વાર ડાઉનલોડ્સ થઈ ચૂકી છે. આ એપના ડેવલપર્સે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, મેડ ઈન ઈન્ડિયા એપની લોકપ્રિયતા સતત વધી રહી છે, કારણ કે યૂઝર્સ ચાઇનીઝ સોશિયલ એપ્સને બૉયકોટ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ આ 59 કંપનીઓમાં કામ કરનારા અનેક હજાર લોકો બેરોજગાર થઈ જશે. એક અંદાજ મુજબ લગભગ 10થી 12 હજાર લોકો આ 59 કંપનીઓમાં કામ કરી રહ્યા છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે આવું નહીં થાય. ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લાગતા હવે ભારતીય ડેવલપર્સની પાસે આત્મનિર્ભર થવાની સારી તક છે. નોંધનીય છે કે, ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધના ન્યૂઝ ફેલાયા બાદથી દેશી એપ ચિંગારી ખૂબ જ મોટાપાયે ડાઉનલોડ થઈ રહી છે.