રેસ્ક્યુ@ગોંડલઃ છેલ્લા 24 કલાકથી સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, બસ બ્રિજમાં ફસાઇ

અટલ સમાચાર.રાજકોટ સૌરાષ્ટ્રમાં છેલ્લા 24કલાકથી મેઘરાજા મનમુકીને વરસતા જળબંબાકારની સ્થીતી સર્જાઇ છે. ગોંડલમાં અંડર બ્રિજમાં આજે વરસાદી પાણીમાં એસટી બસ ફસાતા મુસાફરોને બચાવવા માટે સ્થાનિક લોકો સહિત તંત્ર દોડી આવ્યુ હતું. ગોંડલ પાવાગઢ રૂટની ST બસ ગોંડલ ઉમવાળા અંડર બ્રિજમાં ફસાઈ હતી. ગોડલમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ ભારે
 
રેસ્ક્યુ@ગોંડલઃ છેલ્લા 24 કલાકથી સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, બસ બ્રિજમાં ફસાઇ

અટલ સમાચાર.રાજકોટ

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24કલાકથી મેઘરાજા મનમુકીને વરસતા જળબંબાકારની સ્થીતી સર્જાઇ છે. ગોંડલમાં અંડર બ્રિજમાં આજે વરસાદી પાણીમાં એસટી બસ ફસાતા મુસાફરોને બચાવવા માટે સ્થાનિક લોકો સહિત તંત્ર દોડી આવ્યુ હતું. ગોંડલ પાવાગઢ રૂટની ST બસ ગોંડલ ઉમવાળા અંડર બ્રિજમાં ફસાઈ હતી. ગોડલમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે ઉમવાડા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ગોંડલમાં અંડરબ્રિજમાં ST બસ ફસાઈ હતી. બસની ઇમરજન્સી બારીમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

રેસ્ક્યુ@ગોંડલઃ છેલ્લા 24 કલાકથી સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, બસ બ્રિજમાં ફસાઇ

સ્થાનિક લોકો દ્વારા પોતાના જીવ જોખમે મૂકી બસમાં બેઠેલા પ્રવાસીઓને ST બસની ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બસમાં ફસાયેલા પ્રવાસીઓ માથા પર સામાન લઈને પાણીમાંથી બહાર નીકળ્યાં હતા. ત્યારબાદ ગોંડલ નગરપાલિકા 108ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંધ પડેલી ST બસને જે.સી.બીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બસમાં પાણી ભરાઇ જતા મુસાફરો પણ ડરી ગયા હતા.  રાજકોટમાં ધોરાજી ડેમમાં પાણીની આવક થવા પામી છે. ભાદર ડેમ2માં પાણીની આવક થઇ છે.