ગુજરાતી ભાષાના નવલકથાકાર ઇન્દુલાલ યાજ્ઞિકનો નિર્વાણ દિન

અટલ સમાચાર,ડેસ્ક જન્મ-22-2-1892, અવસાન-17-7-1972 ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક તેમનો જન્મ નડિયાદમાં થયો હતો.તેઓ એક સમાજશાસ્ત્રી,આત્મકથાકાર,નાટ્યકાર,નવલકથાકાર હતા.તેમણે 1913 થી 1915 સુધી વકીલાત કરી હતી તે દરમિયાન હિંદુસ્તાન દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત પણ તેમણે કરેલી. “નવજીવન અને સત્ય”માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને 1922માં ‘યુગધર્મ’ની પણ કરી હતી.’પાવાગઢનું પતન’ ફિલ્મનું નિર્માણ તેમના દ્રારા કરાયું હતું. 1942માં
 
ગુજરાતી ભાષાના નવલકથાકાર ઇન્દુલાલ યાજ્ઞિકનો નિર્વાણ દિન

અટલ સમાચાર,ડેસ્ક

જન્મ-22-2-1892, અવસાન-17-7-1972

ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક તેમનો જન્મ નડિયાદમાં થયો હતો.તેઓ એક સમાજશાસ્ત્રી,આત્મકથાકાર,નાટ્યકાર,નવલકથાકાર હતા.તેમણે 1913 થી 1915 સુધી વકીલાત કરી હતી તે દરમિયાન હિંદુસ્તાન દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત પણ તેમણે કરેલી.

“નવજીવન અને સત્ય”માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને 1922માં ‘યુગધર્મ’ની પણ કરી હતી.’પાવાગઢનું પતન’ ફિલ્મનું નિર્માણ તેમના દ્રારા કરાયું હતું.

1942માં ‘નૂતન ગુજરાત’ના તંત્રી તરીકે જોડાયા હતા. બાદમાં 1944માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. ‘જીવન વિકાસ’, ‘ગુજરાતમાં નવજીવન’, ‘કારાવાસ’, ‘જીવનસંગ્રામ’, ‘કિસાનકથા’ અને (મરણોત્તર) ‘છેલ્લાં વહેણ’ ના પેટાશીષકો નીચે પ્રગટ થયેલા ‘આત્મકથા’ના છ ભાગ એમનું ગુજરાતી સાહિત્યને મહત્વનું પ્રદાન છે.