આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

પંચાયતી રાજ મુખ્યત્વે ભારત, પાકિસ્તાન, અને નેપાળમાં આવેલ દક્ષિણ એશિયાઇ રાજકીય પ્રથા છે. “પંચાયત” શબ્દ પાંચ (પંચ) અને વિધાનસભા (આયત) પરથી આવ્યો છે. પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કેરાયેલ પાંચ વડીલોનો સમુહ.

ચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો. પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદભવ્યો છે. “રાજ”નો શાબ્દિક અર્થ “શાસન” અથવા “સરકાર” થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે “ગ્રામ સ્વરાજ” એવો શબ્દ પ્રયોજાયો હતો. કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને 1950 થી 60ના દાયકામાં અપનાવવામાં આવી હતી. 24 એપ્રિલ, 1993 ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (73મો સુધારો) એક્ટ 1992 બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.

24 ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.

દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે. પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે: (1) ગ્રામ પંચાયત, (2) તાલુકા પંચાયત, (3) જિલ્લા પંચાયત.

ગ્રામ પંચાયત – ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

તાલુકા પંચાયત – તાલુકા પંચાયત એ તાલુકા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું બીજુ સ્તર છે. અહીં તાલુકા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક તાલુકા પંચાયતના કાર્યો થાય છે.ગુજરાતમાં તાલુકા પંચાયતોની સંખ્યા કુલ ૨૪૭ છે.

જિલ્લા પંચાયત – જિલ્લા પંચાયત એ જિલ્લા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું તૃતિય સ્તર છે. અહીં જિલ્લા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક જિલ્લા પંચાયતના કાર્યો થાય છે. જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કલેક્ટર ફરજ બજાવે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code