આજનો દિવસ: દુશ્મનો સામે લડતાં બટાલિયનના આ સૈનિકો શહિદ થયા હતા

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં દર વર્ષે 26 જુલાઈનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલની પહાડીઓ પર થયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને પાછળ ધકેલી દીધું હતું. આવો જાણીએ એ 9 શહીદો વિશે જેઓ યુદ્ધમાં વિશેષ પરાક્રમ દર્શાવતા શહીદ થયા હતા. 17 વર્ષની ઉંમરમાં અનુજ નૈય્યર જાટ રેજિમેન્ટ સાથે જોડાયા અને માત્ર 24 વર્ષની
 
આજનો દિવસ: દુશ્મનો સામે લડતાં બટાલિયનના આ સૈનિકો શહિદ થયા હતા

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં દર વર્ષે 26 જુલાઈનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલની પહાડીઓ પર થયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને પાછળ ધકેલી દીધું હતું. આવો જાણીએ એ 9 શહીદો વિશે જેઓ યુદ્ધમાં વિશેષ પરાક્રમ દર્શાવતા શહીદ થયા હતા. 17 વર્ષની ઉંમરમાં અનુજ નૈય્યર જાટ રેજિમેન્ટ સાથે જોડાયા અને માત્ર 24 વર્ષની ઉંમરે તેઓ શહીદ થયા હતા. શહાદત બાદ તેમને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

કેપ્ટન એન કેંગુર્સૂ રાજપૂતાના રાઇફલ્સ બટાલિયનમાં હતા. તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન લોન હિલ્સ પર 28 જૂન 1999ના રોજ દુશ્મોને પછાડતાં શહીદ થયા હતા. તેમને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કર્યા. લેફ્ટેનન્ટ શીંગ ક્લિફોર્ડ નોંગ્રુમ જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રીની 12મી બટાલિયનમાં હતા. તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન પોઇન્ટ 4812 પર લડતાં 1 જુલાઈ 1999એ શહીદ થયા હતા. નોંગ્રુમને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મેજર પદ્મપાની આચાર્યા રાજપૂતાના રાઇફલ્સની બટાલિયનમાં હતા. 28 જૂન 1999ના રોજ લોન હિલ્સ પર દુશ્મનોથી લડતા શહીદ થયા. સરકારે તેમની વીરતા માટે મરણોપરાંત મહાવીચ ચક્રથી સન્માનિત કર્યા હતા. મેજર રાજેશસિંહ અધિકારી 30 મે 1999ના રોજ કારગિલ યુદ્ધની લડાઈમાં શહીદ થયા હતા. તેમની વીરતા માટે સરકારે તેમને ગેલેન્ટ્રી સન્માન મહાવીર ચક્રથી સન્માનિત કર્યા હતા. મેજર વિવેક ગુપ્તા રાજપૂતાના રાઇફલ્સની સેકન્ડ બટાલિયના સભ્ય હતા. 12 જૂન 1999ના રોજ દ્રાસ સેક્ટરમાં દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા. તેમની વીરતાને ધ્યાને લઈ સરકારે તેમને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કર્યા હતા.

કેપ્ટન મનોજકુમાર પાંડે ગોરખા રાઇફલ્સના ફર્સ્ટ બટાલિયનમાં હતા. તેઓએ 11 જૂને બટાલિક સેક્ટરમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમના જ નેતૃત્વમાં સેનાએ જોબર ટોપ અને ખાલુબર ટોપ પર ફરી કબજો કર્યો હતો. પાંડેને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેપ્ટન વિક્રમ બત્રા 13મી જમ્મુ એન્ડ કાશ્મીર રાઇફલ્સમાં હતા. વિક્રમે તોલોલિંગ પર પાકિસ્તાનીઓ દ્વારા બનાવવામાં આવેલા બંકર પર કબજો કરવા ઉપરાંત ગોળીઓની ચિંતા કર્યા વગર પોતાના સૈનિકોને બચાવવા માટે પાકિસ્તાનીઓ સામે ટકરાયા હતા. 7 જુલાઈ 1999ના દિવસે તેઓ શહીદ થયા હતા. આજે તે ચોટીને બત્રા ટોપથી ઓળખવામાં આવે છે. સરકારે તેમને પરમવીર ચક્ર આપીને સન્માનિત કર્યા.

મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કેપ્ટન વિજયંત થાપરે શહાદત પહેલા 13 જૂન 1999ના રોજ તોલોલિંગની પહાડીઓ પર જીતનો ઝંડો લહેરાવ્યો હતો. આ મહત્વપૂર્ણ જીત કારગિલ જંગ દરમિયાન ભારતના હકમાં એક નિર્ણયક લડાઈ સાબિત થઈ. તોલોલિંગની જીત બાદ 28 જૂને કેપ્ટન વિજયંત થાપરને થ્રી-પિંપલ્સ નામની પહાડીને પાકિસ્તાનના કબજાથી આઝાદ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.