ટોટાણા@આશ્રમ: સંત સદારામબાપા પંચ મહાભુતમાં વિલીન, ભક્તો શોકાતુર

અટલ સમાચાર,સુઇગામ,કાંકરેજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાનકડા ગામ ટોટાણાં ગામમાં એક સામાન્ય કુટુંબમાં અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતા ઠાકોર સમાજમાં જન્મેલા સમાજ સુધારક સંત સદારામ બાપુ 111 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ મંગળવારે સાંજે બ્રહ્મલીન થતાં બુધવારે તેમની પાલખીયાત્રા ટોટાણાં સ્થિત આશ્રમ થી કાઢવામાં આવી હતી. જે પાલખીયાત્રા 10 કી.મી દૂર વેપારી મથક
 
ટોટાણા@આશ્રમ: સંત સદારામબાપા પંચ મહાભુતમાં વિલીન, ભક્તો શોકાતુર

અટલ સમાચાર,સુઇગામ,કાંકરેજ 

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાનકડા ગામ ટોટાણાં ગામમાં એક સામાન્ય કુટુંબમાં અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતા ઠાકોર સમાજમાં જન્મેલા સમાજ સુધારક સંત સદારામ બાપુ 111 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ મંગળવારે સાંજે બ્રહ્મલીન થતાં બુધવારે તેમની પાલખીયાત્રા ટોટાણાં સ્થિત આશ્રમ થી કાઢવામાં આવી હતી. જે પાલખીયાત્રા 10 કી.મી દૂર વેપારી મથક થરા શહેરના રાજમાર્ગો પર ફરી પરત ટોટાણાં સ્થિત આશ્રમ ખાતે આવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત અનેક રાજકીય સામાજિક,અગ્રણીઓ ભક્તો સંતોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ,બાદ હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અગ્નિસંસ્કાર કરવામાં આવેલ,,સેવા અને ભક્તિની સુવાસ થકી લાખો લોકોને વ્યસનમુક્ત કરનાર પૂજ્ય સંત સદારામ બાપાનો પાર્થિવ દેહ પંચ મહાભૂત માં વિલીન થતાં બાપુના હજારો ભક્તો એ દુઃખી હદયે બાપુને અંતિમ વિદાય આપી હતી.

ટોટાણા@આશ્રમ: સંત સદારામબાપા પંચ મહાભુતમાં વિલીન, ભક્તો શોકાતુર

કાંકરેજ તાલુકાના નાનકડા ગામ ટોટાણાં ખાતે આજથી 111 વર્ષ પહેલાં પિતા મોહનજી ઠાકોરને ત્યાં માતા લખુબાઈની કોખે એક વિરલ વિભૂતિનું અવતરણ થયેલ. ગરીબ કુટુંબમાં જન્મેલા પૂજ્ય સદારામ બાપાએ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ સંસ્કારી માતા લખુબાઈએ સદારામનું જીવન ઘડતર કર્યું. નાનપણથી જ સંતો ભક્તોના સંસર્ગ થી પૂર્વ જન્મના સંસ્કારો સાથે જન્મેલા સદારામના સંસ્કારો જાગ્રત થયા. નાનપણથી જ ભક્ત મંડળીઓ માં ભજન ગાતા.

સદારામ એ આજીવન બ્રહ્મચારી રહી પરમાત્માના ભજન સાથે દરેક સમાજમાં રહેલી જડ રૂઢિઓ,માન્યતાઓ અને વ્યસનમુક્તિનું જબરદસ્ત કામ કર્યું. અનેક દિશા ભટકેલ લોકોને સન્માર્ગે વાળી લાખો લોકો ને જાગ્રત કર્યા,ગામે ગામ ભજન સત્સંગ થકી 2 લાખથી વધુ લોકોને અલગ અલગ વ્યસનો થી મુક્ત કર્યા,પોતાના 111 વર્ષની લાંબી આવરદામાં સેંકડો લોકોના જીવન માં પ્રકાશ પાથરનાર ઓલિયા તરીકે ઓળખાતા અને ભગવાન તુલ્ય બહુમાન મેળવનાર પૂજ્ય સંત સદારામ બાપુ એક સંત તરીકે આઘ્યાત્મિકની ચરમ સીમાને પાર કરનાર હિંદુઓ માં જ નહીં, મુસ્લિમ બિરાદરોમાં પણ પૂજનીય બન્યા હતા.

ટોટાણા@આશ્રમ: સંત સદારામબાપા પંચ મહાભુતમાં વિલીન, ભક્તો શોકાતુર

સર્વ સમાજ અને તમામ જ્ઞાતિ ના લોકો બાપુને ખુબજ આદર અને પૂજ્ય ભાવે વંદન કરતા હતા,,આવા અલખના ઓલિયા અને ક્ષત્રિય ઠાકોર સમાજમા જન્મ ધારણ કરી સર્વમાન્ય સંત તરીકે ઉચ્ચ કોટી નું જીવન જીવી જનાર શતાયુ સંત સદારામ બાપુ ટૂંકી માંદગી બાદ મંગળવાર સાંજે બ્રહ્મલીન થતાં ,બાપુના દેહત્યાગના સમાચાર સાંભળી લાખો ભાવિક ભક્તોએ દુઃખની લાગણી અનુભવી હતી,પૂજ્ય સંત સદારામ બાપુ ની પાલખી યાત્રા બુધવારે સવારે ટોટાણાં સ્થિત તેમના આશ્રમ ખાતે થી કાઢવામાં આવેલ. અને છેક થરા ખાતે તેમની પાલખિયાત્રા આવી પહોંચતા લાખો ભાવિક ભક્તોએ સમાજ સુધારક ,અને અલખના ઓલિયા અને તેમની સેવાની સુવાસ થી લાખો લોકો ને અજવાળનાર ગુજરાત ગૌરવ એવોર્ડ થી સન્માનિત બ્રહ્મલીન સંત સદારામ બાપુના પાર્થિવ દેહ ના અંતિમ દર્શન કરી શોકાતુર વદને અને ભારે હદયે બ્રહ્મલીન સદારામ બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરેલ.

ટોટાણાં થી થરા નવ કી. મી.પૂજ્ય બાપુની પાલખી યાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા,લોક હદયમાં ભગવાન જેવું સ્થાન મેળવનાર સંત સદારામ બાપુ ના દેહાવસાન ને લઈ વેપારી મથક થરા ના તમામ વેપારીઓ અને નાના મોટા વેપારીઓ એ સ્વયંભૂ સજ્જડ બંધ પાળી પાલખી યાત્રામાં જોડાયા હતા,અને શ્રદ્ધા સુમન અર્પણ કરેલ,બાદ પરત સાંજે 5 કલાકે ટોટાણાં સ્થિત તેમના આશ્રમના સ્થળે પૂજ્ય બાપુ ને હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચંદન કાષ્ટ પર અગ્નિ સંસ્કાર આપતાં લાખો ભાવિક ભક્તો એ દુઃખી હદયે અંતિમ વિદાય આપી હતી,એક અદભુત વ્યક્તિવ અને લોકચાહના મેળવનાર પૂજ્ય સંત સદારામ બાપુનો પાર્થિવ દેહ પંચ મહાભૂત માં વિલીન થઈ ગયો અને એક દિવ્ય જ્યોતિ અનંતની યાત્રાએ પ્રયાણ કરી જતાં સંત સમાજમાં પણ એક મોટી છત્રછાયા ગુમાવ્યા નો અફસોસ જોવા મળ્યો હતો.

સી.એમ.વિજય રૂપાણી હાજર રહ્યા

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સહિત રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલ, દિલીપકુમાર ઠાકોર, કુંવરજી બાવળિયા, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ ઉપરાંત ધારાસભ્યો ચંદનજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર, ડો.કિરીટભાઈ પટેલ, શિવાભાઈ ભુરિયા,પૂ ર્વ ધારાસભ્યો ભાવસિંહજી રાઠોડ, લવિંગજી સોલંકી, નાગરજી ઠાકોર, જોધાજી ઠાકોર, ઉપરાંત સહકારી અગ્રણી અણદાભાઈ પટેલ, ભૂપતજી ઠાકોર સહિત અનેક રાજકીય અગ્રણીઓએ હાજર રહી ભાવપૂર્ણ પુષ્પાંજલી આપી,અંતિમ દર્શન કર્યા હતા,અને શોક સંવેદના વ્યક્ત કરી હતી.