વેપાર@રિલાયન્સઃ ભારતમાં ફરી શરૂ થશે TikTok!, રિલાયન્સ ખરીદી શકે છે હિસ્સો

અટલ સમાચાર.ડેસ્ક દેશના યુવાઓમાં લોકપ્રિય બનેલી ચાઇનીઝ એપ ટિકટોકની ફરિએક વાર એન્ટ્રી થઇ શકે છે. એક અખબારના રિપોર્ટમાં કરાયેલા દાવાનું માનીએ તો રિલાયન્સ ઇડસ્ટ્રીઝ ટિકટોકને ખરીદવા ઉત્સુક છે. રિપોર્ટમાં કહ્યુછે કે ટિકટોકની પેરેટ કંપની બાઇટડાંસ અને મુકેશ અંબાણીની સ્વામિત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઇએલ) વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. જો કે હજુ બંને કંપનીઓ કોઇ સોદા સુધી
 
વેપાર@રિલાયન્સઃ ભારતમાં ફરી શરૂ થશે TikTok!, રિલાયન્સ ખરીદી શકે છે હિસ્સો

અટલ સમાચાર.ડેસ્ક
દેશના યુવાઓમાં લોકપ્રિય બનેલી ચાઇનીઝ એપ ટિકટોકની ફરિએક વાર એન્ટ્રી થઇ શકે છે. એક અખબારના રિપોર્ટમાં કરાયેલા દાવાનું માનીએ તો રિલાયન્સ ઇડસ્ટ્રીઝ ટિકટોકને ખરીદવા ઉત્સુક છે.
રિપોર્ટમાં કહ્યુછે કે ટિકટોકની પેરેટ કંપની બાઇટડાંસ અને મુકેશ અંબાણીની સ્વામિત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઇએલ) વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. જો કે હજુ બંને કંપનીઓ કોઇ સોદા સુધી પહોચી નથી. રિલાયન્સ અને ટિકટોક દ્વારા પણ આ મામલે કોઇ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.

ગલવાન ખીણમાં 20 ભારતીય જવાન શહીદ થયા બાદ ભારતમાં 59 ચીની એપ્લીકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ભારતમાં પ્રતિબંધ બાદ ByteDanceની માલિકી ધરાવતી કંપની TikTokને ભારે નુકસાન થયુ છે.નોંધનીય છે કે, TikTok પર ચીનની સરકાર સાથે યૂઝરનો ડેટા શેર કરવાનો આરોપ અનેક દેશ લગાવી રહ્યા છે. પણ સુત્રોનું માનીએ તો હાલ રિલાયન્સ અને ટિકટોક વચ્ચેની ડીલ પ્રાથમિક તબક્કામાં છે અને આ ડીલ થશે કે નહીં તે અંગે પણ અનેક સવાલો છે. કદાચ આ ડીલ ન પણ થઈ શકે. અને એ જ કારણ છે કે કંપનીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી નથી.

ટિકટોક ઉપરાંત યૂઝી બ્રાઉઝર, શેર ઇટ, હેલો, લાઈક, કેમ સ્કેનર, શીન ક્વાઈ પણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. બાયડૂ મેપ, કેવાઈ, ડીયૂ બેટરી સ્કેનર પણ પ્રતિબંધ કરવામાં આવી છે. જણાવીએ કે, સરકારે આ ચીની એપ્સ પર આઈટી એક્ટ 2000 અંતર્ગત પ્રતિબંધ લગાવ્યો છે.
અમેરિકામાં પણ પ્રતિબંધ
ગત સપ્તાહે અમેરિકાએ પણ ચાઇનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે અમેરિકાએ બાઇટડાંસને ટિકટોકનો અમેરિકાનો કારોબાર કોઇ અમેરિકન કંપનીને વેચવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ટિકટોકનો અમેરિકાનો કારોબાર ખરીદવા માટે માઇક્રોસોફ્ટ અને ટ્વીટર રેસમાં છે.