વેપારઃ કોરોના સંકટ વચ્ચે જનતાને મોંઘવારીનો ફટકો, કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો

અટલ સમાચાર, ડેસ્ક . છેલ્લા કેટલાક મહિનાથી કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કપાસિયા તેલમાં એક દિવસમાં રૂપિયા 40 નો ભાવ વધારો થયો છે. કપાસિયા તેલમાં રૂપિયા 40 નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂપિયા 1910 પહોંચ્યો છે. છેલ્લા 1 મહીનાથી કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં કપાસિયા તેલના ભાવમાં
 
વેપારઃ કોરોના સંકટ વચ્ચે જનતાને મોંઘવારીનો ફટકો, કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો

અટલ સમાચાર, ડેસ્ક

. છેલ્લા કેટલાક મહિનાથી કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કપાસિયા તેલમાં એક દિવસમાં રૂપિયા 40 નો ભાવ વધારો થયો છે. કપાસિયા તેલમાં રૂપિયા 40 નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂપિયા 1910 પહોંચ્યો છે. છેલ્લા 1 મહીનાથી કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 80 થી 100 નો ભાવ વધારો નોંધાયો છે. જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આગામી દિવસોમાં હજુ કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળે તેવી શકયતા છે. મોટાભાગે કપાસિયા તેલ એ સોયાબીન અને પામોલિન પર આધારિત તેલ છે. સોયાબીન અને પામોલિનના ભાવ વધે તો કપાસિયા તેલના ભાવ વધી શકે છે. સોયાબીન મુખ્યત્વે આર્જેન્ટિના, બ્રાઝિલ, અમેરિકા અને મધ્યપ્રદેશમાં થાય છે. મધ્યપ્રદેશમાં સોયાબીનનું ઉત્પાદન છે. તે માત્ર તેના રાજ્ય પૂરતું સીમિત છે. ત્યાં થતા ઉત્પાદનનો ઉપયોગ ત્યાં જ થઇ જાય છે. જેથી કપાસિયા તેલ પર તેની અસર જોવા મળે છે.

કપાસિયા તેલના ભાવમાં આવી રીતે સતત વધારો થશે તો લોકોને ધરવપરાશમાં તેલ ઓછું વાપરવું પડશે કપાસિયા તેલમાં એક દિવસમાં રૂપિયા 40 નો ભાવ વધારો થયો છે. કપાસિયા તેલમાં રૂપિયા 40 નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂપિયા 1910 પહોંચ્યો છે. છેલ્લા એક મહીનાથી કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. તો છેલ્લા 10 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 125 નો ભાવ વધારો નોંધાયો છે. સામાન્ય રીતે કપાસમાં 13 થી 14 % તેલ નીકળતું હોય છે. પરંતુ આ વર્ષે કપાસનો પાક હળવો હોવાથી 7 થી 8 % તેલ નીકળી રહ્યું છે. આ વર્ષે વરસેલા વધુ વરસાદે કપાસના પાકને મોટુ નુકસાન પહોંચાડ્યું છે. જેની અસર હાલ કપાસિયા તેલમાં દેખાઈ રહી છે.