વેપાર- નવરાત્રીનાં પ્રારંભે જ સિંગતેલ, કપાસીયા અને પામોલીન તેલમાં 25નો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક નવરાત્રીનાં પ્રારંભે જ સિંગતેલ, કપાસીયા તેલ અને પામોલીનમાં રૂા.25 નો ભાવ વધારો થયો છે. છેલ્લા 2 થી 3 દિવસથી ભાવ વધારો નોંધાય રહ્યો છે. આજે સીંગતેલ (નવા)ના રૂા.25 વધતા હાલનો ભાવ રૂા.2475/-2525, (જુના) 2425/2475, કપાસીયાનો ભાવ (નવા) રૂા.2390/2440, (જુના) રૂા.2340/2380 તેમજ પામોલીયનના ભાવ રૂા.2340/2380 થઈ ગયા છે. ગઈકાલે સીંગતેલનાં ભાવ રૂા.2550/2500 જુનાના
 
વેપાર- નવરાત્રીનાં પ્રારંભે જ સિંગતેલ, કપાસીયા અને પામોલીન તેલમાં 25નો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

નવરાત્રીનાં પ્રારંભે જ સિંગતેલ, કપાસીયા તેલ અને પામોલીનમાં રૂા.25 નો ભાવ વધારો થયો છે. છેલ્લા 2 થી 3 દિવસથી ભાવ વધારો નોંધાય રહ્યો છે. આજે સીંગતેલ (નવા)ના રૂા.25 વધતા હાલનો ભાવ રૂા.2475/-2525, (જુના) 2425/2475, કપાસીયાનો ભાવ (નવા) રૂા.2390/2440, (જુના) રૂા.2340/2380 તેમજ પામોલીયનના ભાવ રૂા.2340/2380 થઈ ગયા છે. ગઈકાલે સીંગતેલનાં ભાવ રૂા.2550/2500 જુનાના 2400/2450 હતા. પરંતુ એકાએક રૂા.25 નો ભાવ વધારો નોંધાયો છે. તેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહીણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયુ છે. આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે તહેવાર પૂર્વે ભાવ વધતા સામાન્ય જનતા પર વધુ એક બોજો પડયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ-શાકભાજી સહીત જીવન જરૂરીયાત ચીજવસ્તુનાં ભાવ ખુબ વધી રહ્યા છે. હાલ કપાસીયા, સીંગતેલ, પામોલીયન તેલનો ભાવ ઐતિહાસીક સ્તરે પહોંચ્યો છે. કપાસીયા તેલમાં ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાય ગયુ છે.આગામી દિવસોમાં તેલના ભાવની અસર અન્ય વસ્તુઓ પર પડશે અને ખાદ્યચીજો મોંઘી બનશે.