વેપાર: સોના-ચાંદીના ભાવમાં થયા મોટા ફેરફાર, જાણો નવા રેટ

અટલ સમાચાર ડેસ્ક વધતી આર્થિક ચિંતા અને કેનેડા સહિત દુનિયાના અનેક ભાગોમાં લોકડાઉનના કારણે હવે સોનાની કિંમતોમાં તેજી જોવી મળી રહી છે. સોમવારે ભારતીય બુલિયન માર્કેટોમાં બંને કિંમતી ધાતુઓમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં વધારો થયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જ્યારે
 
વેપાર: સોના-ચાંદીના ભાવમાં થયા મોટા ફેરફાર, જાણો નવા રેટ

અટલ સમાચાર ડેસ્ક

વધતી આર્થિક ચિંતા અને કેનેડા સહિત દુનિયાના અનેક ભાગોમાં લોકડાઉનના કારણે હવે સોનાની કિંમતોમાં તેજી જોવી મળી રહી છે. સોમવારે ભારતીય બુલિયન માર્કેટોમાં બંને કિંમતી ધાતુઓમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં વધારો થયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જ્યારે વૈશ્વિક સ્તર ઉપર સપાટ સ્તર ઉપર કારોબાર જોવા મળ્યો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે તેમનું કહેવું છે કે જો કોરોના વેક્સીન બજારમાં આવે છે તો સોનાના ભાવ 48,000 રૂપિયા સુધી નીચે આવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ ચાંદી ચોરસા 62,500 અને ચાંદી રૂપું 62,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જો કે, શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાતા ચાંદી ચોરસા રૂ. 63,500 રૂપિયા અને ચાંદી રુંપુ 63,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,400 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,200 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું. જોકે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાતા સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,100 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું.

રાજધાની દિલ્હીમાં આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 57 રૂપિયા વધીને 49,767 રૂપિયા ઉપર રહ્યો હતો. આ પહેલા શુક્રવારે સોનાનો ભાવ 49,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ રહ્યો હતો. આ ઉપરાંત દિલ્હીમાં આજે એક કિલો ચાંદીનો ભાવ 185 રૂપિયા ઘટીને 61,351 રૂપિયા સુધી આવી પહોંચ્યો હતો. આ પહેલાના અંતિમ કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ 61,536 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ રહ્યો હતો.