વેપાર@દેશઃ 11 જાન્યુઆરીએ જાણો પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલ ફેરફાર

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે આંતરરાષ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે. ઓપેક પ્લસની બેઠક બાદ ફરી એક વાર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી આવી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર પણ આપણા સૌના જીવન પર મોટી અસર કરી શકે છે. ઓઇલ કંપનીઓ
 
વેપાર@દેશઃ 11 જાન્યુઆરીએ જાણો પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલ ફેરફાર

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે આંતરરાષ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે. ઓપેક પ્લસની બેઠક બાદ ફરી એક વાર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી આવી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર પણ આપણા સૌના જીવન પર મોટી અસર કરી શકે છે. ઓઇલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલાન ભાવ રિવાઇઝ કરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સપ્તાહના પહેલા દિવસ કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા સતત બે દિવસ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

દિલ્હી- પેટ્રોલ 84.20 રૂપિયા અને ડીઝલ 74.38 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 90.83 રૂપિયા અને ડીઝલ 81.07 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 85.68 રૂપિયા અને ડીઝલ 77.97 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 86.96 રૂપિયા અને ડીઝલ 79.72 રૂપિયા પ્રતિ લીટર છે.