વેપાર@દેશઃ 23 ડિસેમ્બરે પેટ્રોલ-ડીઝલના નવા ભાવમાં આટલા પૈસાનો ફેરફાર નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટી ગયા છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓ (IOC, HPCL & BPCL)એ બુધવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 83.51 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 73.87
 
વેપાર@દેશઃ 23 ડિસેમ્બરે પેટ્રોલ-ડીઝલના નવા ભાવમાં આટલા પૈસાનો ફેરફાર નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટી ગયા છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓ (IOC, HPCL & BPCL)એ બુધવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 83.51 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટર પર ટકેલો રહ્યો. નોંધનીય છે કે, 20 નવેમ્બરથી અત્યાર સુધી કુલ 15 ચરણમાં પેટ્રોલ 2.65 રૂપિયા મોંઘું થઈ ગયું છે, જ્યારે ડીઝલ 3.51 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

દિલ્હી- પેટ્રોલ 83.71 રૂપિયા અને ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 90.34 રૂપિયા અને ડીઝલ 80.51 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 85.19 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 86.51 રૂપિયા અને ડીઝલ 79.21 રૂપિયા પ્રતિ લીટર છે.