વેપાર@દેશઃ 24 ડિસેમ્બરે સોના-ચાંદીના ભાવમાં આટલા પૈસાનો ફેરફાર નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકાની અર્થવ્યવસ્થા, બેરજગારીના નરમ આંકડા અને બ્રેક્ઝિટ ડીલ પૂરી થવાની સંભાવનાઓથી વૈશ્વિક બજારમાં સોનાની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. તેનાથી ઘરેલુ માર્કેટ પર અસર પડી છે. તેનાથી ગુરુવારે એમસીએક્સ પર સોનું 0.16 ટકા ઘટાડા સાથે 50070 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું જ્યારે ચાંદી 0.11 ટકાના ઘટાડા સાથે 74 રૂપિયા
 
વેપાર@દેશઃ 24 ડિસેમ્બરે સોના-ચાંદીના ભાવમાં આટલા પૈસાનો ફેરફાર નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકાની અર્થવ્યવસ્થા, બેરજગારીના નરમ આંકડા અને બ્રેક્ઝિટ ડીલ પૂરી થવાની સંભાવનાઓથી વૈશ્વિક બજારમાં સોનાની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. તેનાથી ઘરેલુ માર્કેટ પર અસર પડી છે. તેનાથી ગુરુવારે એમસીએક્સ પર સોનું 0.16 ટકા ઘટાડા સાથે 50070 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું જ્યારે ચાંદી 0.11 ટકાના ઘટાડા સાથે 74 રૂપિયા ઘટીને 67502 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં ગુરુવારે સોનાની હાજરમાં કિંમત 49706 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 50133 રૂપિયા રહી હતી. દિલ્હી હાજર બજારમાં બુધવારે સોનાની કિંમત 252 રૂપિયા વધીને 49506 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ હતી જ્યારે ચાંદીમાં 933 રૂપિયા ઘટીને 66493 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી.

વૈશ્વિક બજારમાં હાજર ગોલ્ડ 1872.60 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા ઘટીને 1877 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. બીજી બાજુ ચાંદી એક ટકા વધીને 25.38 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.19 ટકા ઘટીને 167.53 ટન પર પહોંચી ગયું. મંગળવારે તે 1169.86 ટન હતું.