વેપારઃ માર્ચ બાદ સૌથી વધારે સસ્તુ થયું સોનું-ચાંદી, 4.6 ટકાનો મોટો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ મહામારી વચ્ચે ગત અઠવાડીએ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. માર્ચ બાદથી આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આગળ તેજીને લઈ અનિશ્ચિતતા અકબંધ છે. આ બધા વચ્ચે ડોલરમાં પણ તેજી જોવા મળી રહી છે. આ કારણ છે કે, જ્યારે સોનાની માંગમાં ઘટાડો આવે છે.
 
વેપારઃ માર્ચ બાદ સૌથી વધારે સસ્તુ થયું સોનું-ચાંદી, 4.6 ટકાનો મોટો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ મહામારી વચ્ચે ગત અઠવાડીએ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. માર્ચ બાદથી આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આગળ તેજીને લઈ અનિશ્ચિતતા અકબંધ છે. આ બધા વચ્ચે ડોલરમાં પણ તેજી જોવા મળી રહી છે. આ કારણ છે કે, જ્યારે સોનાની માંગમાં ઘટાડો આવે છે. ગત અઠવાડીએ સોનાના ભાવમાં 4.6 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે ચાંદીના ભાવ પણ 15 ટકા સુધી ગગડ્યા છે. જાણકારોનું માનવું છે કે, ડોલરમાં મજબૂતીથી સોના પર દબાણ વધ્યું છે. અનુમાન છે કે, આગામી અઠવાડીએ અન્ય કરન્સીના મુકાબલે ડોલરમાં ગત 6 મહિનાની સૌથી મોટી તેજી જોવા મળી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘરેલુ બજારની વાત કરીએ તો, મલ્ટી કમોડિટી એક્સચેન્ચ પર શુક્રવારે સોનાના વાયદા ભાવ 238 રૂપિયા ગગડી 49,999 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા. ગોલ્ડની સાથે-સાથે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી લગભગ 1 ટકા ઘટી 59,018 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. અઠવાડીયાના આધાર પર જોઈએ તો, સોનાના ભાવમાં લગભગ 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો રહ્યો. જ્યારે, ચાંદી લગભગ 9000 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારે સસ્તી થઈ છે.

વેપારઃ માર્ચ બાદ સૌથી વધારે સસ્તુ થયું સોનું-ચાંદી, 4.6 ટકાનો મોટો ઘટાડો
જાહેરાત

અમેરિકી સેનેટ હવે 2.5 લાખ કરોડ ડોલર આગામી પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે. આગામી અઠવાડીએ જ તેના સંબંધિ બીલ પાસ થઈ શકે છે. સોના અને ચાંદી સિવાય પ્લેટિનમના ભાવમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ચૂંટણીના ધ્યાનમાં રાખી રોકાણકાર હવે સતર્ક જોવા મળી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી અને ભૂ-રાજનૈતિક તણાવના કારણે આર્થિક અનિશ્ચિતતા અકબંધ રહેશે.