વેપારઃ સોના-ચાંદીમાં આજે આટલા રૂપિયાનો ઘટાડો થયો, જાણો આજની કિંમત

અટલ સમાચાર, ડેસ્ક મંગળવાર સવારે સોના અને ચાંદીના કારોબારમાં નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સવારે 09:50 વાગ્યે સોનાના વાયદામાં 0.18 ટકા એટલે 83 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે સોનું 45,986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ ઉપરાંત ચાંદીમાં પણ ઘટાડાનું વલણ જોવા મળ્યું. MCX પર
 
વેપારઃ સોના-ચાંદીમાં આજે આટલા રૂપિયાનો ઘટાડો થયો, જાણો આજની કિંમત

અટલ સમાચાર, ડેસ્ક

મંગળવાર સવારે સોના અને ચાંદીના કારોબારમાં નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સવારે 09:50 વાગ્યે સોનાના વાયદામાં 0.18 ટકા એટલે 83 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે સોનું 45,986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ ઉપરાંત ચાંદીમાં પણ ઘટાડાનું વલણ જોવા મળ્યું. MCX પર સિલ્વર ફ્યૂચર 0.22 ટકા એટલે કે 133 રૂપિયાના ઘટાડા સાથે 60,501 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોનું તેના ઓગસ્ટ 2020ના ઓલટાઇમ હાઇ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘણા નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. મંગળવાર સવારે સોનું MCX પર 46,000ની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. તેથી સોનું તેના ઓલટાઇમ હાઇથી હાલના સમયમાં 10,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે. બુલિયન માર્કેટના વિશેષજ્ઞોનું માનવું છે કે તહેવારોની સીઝનમાં સોનાની ખરીદી  વધવાની શક્યતા છે તેથી તેના ભાવમાં ઉછાળો આવી શકે છે.

ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, મંગળવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 47,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત 47,720 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત 47,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,500 રૂપિયા છે. સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.