વેપારઃ કોરોના સંકટ વચ્ચે સતત ચાંદીના ભાવમાં આજે આટલો વધારો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,300 રૂપિયા રહી હતી. શનિવારે ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,800 રૂપિાયના સ્તરે બંધ રહી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ ઉપરાંત આજે
 
વેપારઃ કોરોના સંકટ વચ્ચે સતત ચાંદીના ભાવમાં આજે આટલો વધારો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,300 રૂપિયા રહી હતી. શનિવારે ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,800 રૂપિાયના સ્તરે બંધ રહી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત આજે સોમવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં પણ પ્રતિ 10 ગ્રામના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં દાગીના 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા. દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં 258 રૂપિયા વધારો જોવા મળ્યો હતો. આમ નવા ભાવ પ્રમાણે સોનું 51,877 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચ્યું હતું. આ પહેલા સોનાનો ભાવ 51,619 રૂપિયા પ્રિત 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું.

આ ઉપરાંત દિલ્હી બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં 837 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 69,448 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે રહ્યો હતો. જે પહેલા 68,611 રૂપિાય પ્રતિ એક કિલોગ્રામ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોમવારે સોનાનો ભાવ 1932 ડોલર પ્રતિ ઔસના સ્તરે અને ચાંદીનો ભાવ 26.93 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ રહ્યો હતો.
HDFC સિક્યુરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોટિડી) તપન પટેલનું કહેવું છે કે, અમેરિકી બજારોમાં કારોબારની અનુપસ્થિતિ વચ્ચે ઘરેલું બજારમાં સોનાનું ટ્રેડિંગ સંકુચિત દાયરામાં જોવા મળ્યું હતું.