વેપારઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકી ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ અને 10 વર્ષના અમેરિકી બોન્ડની યીલ્ડમાં ઘટાડો થવાના કારણે વિદેશી બજારોમાં સોનાની કિંમતોમાં તેજી આવી છે. જેની અસર ઘરેલું બજારમાં જોવા મળી હતી. દિલ્હી સરાફા બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 418 રૂપિયાનો વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં 2,246 રૂપિયા પ્રતિ કિલોગ્રામની તેજી જોવા મળી હતી. અમદાવાદ બુલિયન
 
વેપારઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકી ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ અને 10 વર્ષના અમેરિકી બોન્ડની યીલ્ડમાં ઘટાડો થવાના કારણે વિદેશી બજારોમાં સોનાની કિંમતોમાં તેજી આવી છે. જેની અસર ઘરેલું બજારમાં જોવા મળી હતી. દિલ્હી સરાફા બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 418 રૂપિયાનો વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં 2,246 રૂપિયા પ્રતિ કિલોગ્રામની તેજી જોવા મળી હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં બે તરફી વલણ દેખાયું હતું. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો વધારો જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ ઝવેરી બજારમાં એક કિલો ચાંદીની કિંમતોમાં 2000 રૂપિયાનો તોતિંગ ઉછાળો થતાં ચાંદી ચોરસા 67,000 રૂપિયા ચાંદી રૂપું 66,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. સોમવારે ચાંદી ચોરસા 65,0000 રૂપિયા અને ચાંદી રુંપુ 64,800 રૂપિયાના સ્તરે રહી હતી.

આ ઉપરાંત આજે મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો ઘટાડો નોંધાતા સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,600 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. સોમવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,600 રૂપિયાના સ્તરે રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 685 રૂપિયાનો ઘટાડો થતાં હોલમાર્ક દાગીના 50,765 રૂપિયાના ભાવે રહ્યા હતા.