વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના નવા રેટ

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકી ડોલરમાં આવેલી નરમાઈના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોનાની કિંમતોમાં વધારો થયો હતો. જેના કારણે સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ગુરુવારે દિલ્હી બજારમાં 99.9 સોનામાં 287 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 875 રૂપિયા તેજી આવી હતી. આ ઉપરાંત અમદાવાદ બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં
 
વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના નવા રેટ

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકી ડોલરમાં આવેલી નરમાઈના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોનાની કિંમતોમાં વધારો થયો હતો. જેના કારણે સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ગુરુવારે દિલ્હી બજારમાં 99.9 સોનામાં 287 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 875 રૂપિયા તેજી આવી હતી. આ ઉપરાંત અમદાવાદ બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પાછલા બંધ ભાવે સ્થિર રહ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ ઝવેરી બજારમાં આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,300 રૂપિયાની કિંમતે સ્થિર રહી હતી. આ ઉપરાંત આજે ગુરુવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,600 રૂપિયાના ભાવે રહ્યું હતું. જે બુધવારે સોનું સ્ટાન્ડર્ડ 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં પણ પ્રતિ 10 ગ્રામના ભાવમાં 295 રૂપિયાનો વધારો થતાં હોલમાર્ક દાગીના 51745 રૂપિયાના ભાવે રહ્યા હતા. જે બુધવારે 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા

દિલ્હી સરાફા બજારમાં ગુરુવારે સતત ચોથા દિવસે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી હતી. જેના પગલે 10 ગ્રામ 99.9 સોનાનો ભાવ 52,104 રૂપિયાથી વધીને 52,391 રૂપિયાએ પહોચ્યો હતો. આ દરમિયાન 287 રૂપિયાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત દિલ્હી બજારમાં ચાંદીના ભાવમાં પણ સતત ચોથા દિવસે તેજી રહી હતી. ગુરુવારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 69,075 રૂપિયા વધીને 69,950 રૂપિયાએ પહોંચ્યો હતો. આમ એક કિલો ચાંદીમાં 875 રૂપિયાનો વધારો નોંધાયો હતો.