વેપારઃ સોના-ચાંદીમાં આજે ભારે ઉછાળો, જાણો આજના નવા ભાવ વિશે

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1800 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 60,000 અને ચાંદી રૂપું 59,800 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. સોમવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 58,200એ બંધ રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદી (રૂપુ) ચોરસો 58000ના ભાવે બંધ રહ્યું હતું. અટલ સમાચાર આપના
 
વેપારઃ સોના-ચાંદીમાં આજે ભારે ઉછાળો, જાણો આજના નવા ભાવ વિશે

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1800 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 60,000 અને ચાંદી રૂપું 59,800 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. સોમવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 58,200એ બંધ રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદી (રૂપુ) ચોરસો 58000ના ભાવે બંધ રહ્યું હતું.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

 

આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલરની માંગ વધવાથી દુનિયાભરમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે મંગળવારે વિદેશી બજારમાં ખરીદી બાદ સોનાની કિંમતમાં તેજી આવી છે. આની અસર ઘરેલુ બજાર એટલે કે, દિલ્હીના સર્રાફા  બજાર અને અમદાવાદના બજારમાં જોવા મળી છે. દિલ્હી સર્રાફા બજારમાં 10 ગ્રામ સોનોનો ભાવ 663 રૂપિયા વધી ગયો છે. આ દરમિયાન દિલ્હીમાં ચાંદીની કિંમતમાં પણ 1321 રૂપિયાની તેજી જોવા મળી છે.

આજે મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,800 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, સોમવારે અમદાવાદમાં સોનું સ્ટાન્ડર્ડ (99.9)ના ભાવ 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5)ના ભાવ 51,100 પર બંધ રહ્યા હતા. એક્સપર્ટનું કહેવું છે કે, વિદેશી બજારની સાથે-સાથે વાયદાબજારમાં મંગળવારે સોનામાં તેજી જોવા મળી છે. રોકાણકારોની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વચ્ચે થનારી ડિબેટ પર મંડરાયેલી છે. આ સિવાય અમેરિકામાં રાહત પેકેજ સાથે જોડાયેલા વિધેયકો પર પણ નજર છે.

એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટિ) તપન પટેલનું કહેવું છે કે, દિલ્હી સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાના ભાવ 663 રૂપિયા વધી ગયા છે. આ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીના કારણે જોવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે, રૂપિયામાં આવેલી નબળાઈની અસર પણ સોનાની કિંમત પર જોવા મળી રહી છે.