વેપારઃ છેલ્લા 4 દિવસમાં સોનામાં 8500, ચાંદીમાં 2500નો તોતિંગ ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક સતત ચાર દિવસથી અમદાવાદ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં કડાકા બોલાઈ રહ્યા છે. આમ અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં એક કિલો ચાંદીમાં 8500 રૂપિયા અને 10 ગ્રામ સોનામાં 2500 રૂપિયાનું તોતિંગ ગાબડું પડ્યું છે. જ્યારે આજે ગુરુવારે ચાંદીમાં 1500 રૂપિયા અને 10 ગ્રામ સોનામાં 750 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
વેપારઃ છેલ્લા 4 દિવસમાં સોનામાં 8500, ચાંદીમાં 2500નો તોતિંગ ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

સતત ચાર દિવસથી અમદાવાદ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં કડાકા બોલાઈ રહ્યા છે. આમ અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં એક કિલો ચાંદીમાં 8500 રૂપિયા અને 10 ગ્રામ સોનામાં 2500 રૂપિયાનું તોતિંગ ગાબડું પડ્યું છે. જ્યારે આજે ગુરુવારે ચાંદીમાં 1500 રૂપિયા અને 10 ગ્રામ સોનામાં 750 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ બુલિયન માર્કેટમાં સતત ચોથા દિવસે સોના-ચાંદીમાં તોતિંગ ગાબડું પડ્યું હતું. આજે ગુરુવારે એક કિલો ચાંદીમાં 1500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસાનો ભાવ 57,000 રૂપિયા અને ચાંદી રુપુ 56,800 રૂપિયાના ભાવે રહી હતી. બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 58,500 રૂપિયા અને ચાંદી રુપું 58,300 રૂપિયાના સ્તરે રહી હતી. અમદાવાદમાં આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 750 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9)નો ભાવ 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5)નો ભાવ 50,800 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 750 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,750 અને સોનું તેજાબી (99.5) 51,550 રૂપિયાના સ્તરે રહ્યા છે.

વેપારઃ છેલ્લા 4 દિવસમાં સોનામાં 8500, ચાંદીમાં 2500નો તોતિંગ ઘટાડો નોંધાયો
જાહેરાત

દિલ્હી સરાફા બજારમાં ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 2081 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી 60,000 રૂપિયાથી નીચે આવી ગઈ છે. ચાંદીનો નવો ભાવ હવે 58,099 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ પહેલા એક કિલો ચાંદીનો ભાવ 60,180 રૂપિયા હતો. આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 485 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જેના પગલે સોનાનો નવો ભાવ 50,418 રૂપિયાના સ્તરે આવી ગયો હતો. આ પહેલા સોનાના ભાવમાં 50,903 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યો હતો.