વેપારઃ કોરોના સંકટ વચ્ચે નવા વર્ષમાં પહેલીવાર વધ્યા પેટ્રોલ-ડીઝલના આટલા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક સતત 29 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓઇલ કંપનીઓ દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવને રિવાઇઝ કરે છે. પરંતુ છેલ્લા 29 દિવસમાં ભાવમાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો. પરંતુ આજે નવા વર્ષમાં પહેલી વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું છે. ઈન્ડિયન ઓઇલ
 
વેપારઃ કોરોના સંકટ વચ્ચે નવા વર્ષમાં પહેલીવાર વધ્યા પેટ્રોલ-ડીઝલના આટલા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

સતત 29 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓઇલ કંપનીઓ દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવને રિવાઇઝ કરે છે. પરંતુ છેલ્લા 29 દિવસમાં ભાવમાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો. પરંતુ આજે નવા વર્ષમાં પહેલી વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું છે. ઈન્ડિયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ આજે ડીઝલના ભાવમાં 25થી 27 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 24થી 26 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આવો જાણીએ આજનો નવો ભાવ…

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

 

દિલ્હી- પેટ્રોલ 83.97 રૂપિયા અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 90.60 રૂપિયા અને ડીઝલ 80.78 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 85.44 રૂપિયા અને ડીઝલ 77.70 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 86.75 રૂપિયા અને ડીઝલ 79.46 રૂપિયા પ્રતિ લીટર છે.