વેપારઃ 27 સપ્ટેમ્બરે સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક સપ્તાહના પહેલા દિવસ સોમવારે સોના અને ચાંદીમાં હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ફ્યૂચર ટ્રેડ ઉછાળા સાથે જોવા મળી રહ્યા છે. MCX પર સવારે 10:15 વાગ્યે સોનું વાયદો 0.29 ટકા એટલે કે 132 રૂપિયાના ઉછાળા સાથે 46,127 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું
 
વેપારઃ 27 સપ્ટેમ્બરે સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

સપ્તાહના પહેલા દિવસ સોમવારે સોના અને ચાંદીમાં હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ફ્યૂચર ટ્રેડ ઉછાળા સાથે જોવા મળી રહ્યા છે. MCX પર સવારે 10:15 વાગ્યે સોનું વાયદો 0.29 ટકા એટલે કે 132 રૂપિયાના ઉછાળા સાથે 46,127 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીમાં (Silver Price Today) પણ 0.93 ટકાનો ઉછાળો જોવા મળ્યો અને 558 રૂપિયાના વધારા સાથે સિલ્વર ફ્યૂચર 60,513 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

Good Returns વેબસાઇટ મુજબ, સોમવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 47,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 47,710 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત 47,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,500 રૂપિયા છે. સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.