વેપારઃ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા, જાણો આજનો નવો રેટ

અટલ સમાચાર, ડેસ્ક આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ઘટવાથી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલનું ખરીદવું સસ્તું થઈ ગયું છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. અહીં પેટ્રોલનો ભાવ ઘટીને 81.06 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો છે. બીજી તરફ ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર ઘટીને 71.28 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો
 
વેપારઃ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા, જાણો આજનો નવો રેટ

અટલ સમાચાર, ડેસ્ક

આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ઘટવાથી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલનું ખરીદવું સસ્તું થઈ ગયું છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. અહીં પેટ્રોલનો ભાવ ઘટીને 81.06 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો છે. બીજી તરફ ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર ઘટીને 71.28 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો છે. નોંધનીય છે કે, રાજધાની દિલ્હીમાં સોમવારે પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નહોતો થયો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.14 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યો હતો. જ્યારે આ દરમિયાન ડીઝલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. ત્યારબાદ તે 71.43 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં 3 તારીખથી ડીઝલ સમયાંતરે સસ્તું થઈ રહ્યું છે અને આજ સુધીમાં તેમાં 2.28 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 71.28 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 77.74 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 74.80 રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 76.72 રૂપિયા પ્રતિ લીટર

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.