વેપારઃ 50 દિવસ બાદ પ્રટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, જાણો આજનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉન 3.0માં અવરજવર પર અંકુશથી કેટલિક રાહત મળી તો તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધારી દીધા છે. 50 દિવસ બાદ એટલે કે 5 મેએ દિલ્હી અને ચેન્નઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 1.67 રૂપિયા વધી ગયો તો ડીઝલ 7.10 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
વેપારઃ 50 દિવસ બાદ પ્રટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, જાણો આજનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉન 3.0માં અવરજવર પર અંકુશથી કેટલિક રાહત મળી તો તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધારી દીધા છે. 50 દિવસ બાદ એટલે કે 5 મેએ દિલ્હી અને ચેન્નઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 1.67 રૂપિયા વધી ગયો તો ડીઝલ 7.10 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવી કિંમતો પ્રમાણે, દિલ્હીમાં આજે પેટ્રોલ 71.26 રૂપિયા લીટર થઈ ગયું છે અને 7 રૂપિયાથી વધુના બધારા બાદ ડીઝલ 69.29 રૂપિયા લીટર થઈ ગયું છે. કોરોના વાયરસને કારણે દેશમાં લૉકડાઉન છે. આજે 42મો દિવસ છે જ્યારે દેશ લોક્ડ છે. આખો એપ્રિલ મહિનો દેશ લોક રહ્યો, જેના કારણે તે મહિનામાં પેટ્રોલ-ડીઝલની માગમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આવો જાણીએ મહાનગરોમાં શું છે આજે પેટ્રોલના ભાવ.

મહાનગર પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર
દિલ્હી 71.26 રૂપિયા 69.39 રૂપિયા
મુંબઈ 76.31 રૂપિયા 66.21 રૂપિયા
કોલકત્તા 73.30 રૂપિયા 65.62 રૂપિયા
ચેન્નઈ 75.54 રૂપિયા 68.22 રૂપિયા
અમદાવાદ 67.16 રૂપિયા 65.30 રૂપિયા

પાછલા વર્ષે એપ્રિલ મહિનાના મુકાબલે એપ્રિલ 2020માં પેટ્રોલ-ડીઝલના કુલ વપરાસમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. લૉકડાઉન 3માં કેટલિક છૂટ આપવામાં આવી છે, તેથી માગ વધી શકે છે. સરકાર અને તેલ કંપનીઓને આશા છે કે મેમાં લૉકડાઉનમાં છૂટની અસર ફ્યૂલના વેચાણમાં પણ જોવા મળશે. લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે અને તેના ત્રીજા તબક્કામાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા વિસ્તારોમાં કેટલાક કામો માટે આવવા-જવાની મંજૂરી આપવામાં આવી છે.

વિદેશી મુદ્દાના ભાવની સાથે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોના આધાર પર દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર તાય છે. તેલ કંપનીઓ દરરોજ સવારે 6 કલાકે સંશોધિત ભાવ જારી કરે છે. પરંતુ 16 માર્ચથી એક-બે શહેરોને બાદ કરતા ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.