વેપારઃ રવિવારે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો, આજે આટલા પૈcસા મોંઘુ થયું

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ તપાસીએ તો, ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 104.46 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 103.57 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાંછે જ્યાં પેટ્રોલ 119.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 110.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા
 
વેપારઃ રવિવારે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો, આજે આટલા પૈcસા મોંઘુ થયું

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ તપાસીએ તો, ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 104.46 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 103.57 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાંછે જ્યાં પેટ્રોલ 119.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 110.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. રવિવારે પણ ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 34થી 38 પૈસાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલની કિંમતમાં 30થી 35 પૈસાનો વધારો થયો છે. અત્યાર સુધી ઓક્ટોબરમાં 30 -30 પૈસાનો વધારો કરીને પેટ્રોલ 5 રૂપિયા મોંઘુ થયું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.59 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 96.32 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 113.46 રૂપિયા અને ડીઝલની કિંમત 104.38 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 108.11 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 99.43 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પણ પેટ્રોલ 104.52 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 100.59 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે. તમને જણાવી દઈએ કે, રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં તફાવત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને કારણે બદલાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી ઈંધણના ભાવમાં 18 ગણાથી વધુ વધારો કરવામાં આવ્યો છે. માત્ર ત્રણ દિવસ સિવાય દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓક્ટોબરમાં જ પેટ્રોલ 5.15 રૂપિયા મોંઘુ થયું છે, જ્યારે ડીઝલ પણ 5 રૂપિયા મોંઘુ થયું છે. ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ સતત વધી રહ્યા છે. આ સમયે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો દર 120 લિટરની નજીક પહોંચી ગયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રથમ વખત પેટ્રોલ 120 રૂપિયાની નજીક પહોંચી ગયું છે.