વેપારઃ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી, ચેક કરો ગુજરાતના 4 શહેરોમાં નવી કિંમત

અટલ સમાચાર, ડેસ્ક પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોમાં મંગળવાર એટલે કે 12 ઓક્ટોબરે રાહત મળી છે. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નથી કર્યો. ગત સાત દિવસમાં પેટ્રોલ-ડીઝલ સતત મોંઘા થયા છે. સોમવારે પેટ્રોલ 30 પૈસા સુધી મોંઘું થયું હતું, જ્યારે ડીઝલનો ભાવ 35 પૈસા પ્રતિ લીટર સુધી વધ્યો હતો. નોંધનીય છે કે,
 
વેપારઃ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી, ચેક કરો ગુજરાતના 4 શહેરોમાં નવી કિંમત

અટલ સમાચાર, ડેસ્ક

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોમાં મંગળવાર એટલે કે 12 ઓક્ટોબરે રાહત મળી છે. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નથી કર્યો. ગત સાત દિવસમાં પેટ્રોલ-ડીઝલ સતત મોંઘા થયા છે. સોમવારે પેટ્રોલ 30 પૈસા સુધી મોંઘું થયું હતું, જ્યારે ડીઝલનો ભાવ 35 પૈસા પ્રતિ લીટર સુધી વધ્યો હતો. નોંધનીય છે કે, આ મહિનાના પહેલા 12 દિવસમાં પેટ્રોલ 2.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 3.30 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. કાચા તેલની રેકોર્ડ તેજીથી વધતી કિંમતોએ દેશમાં ઈંધણના ભાવો ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચાડી દીધા છે. ગત કારોબારી સત્રમાં ક્રૂડનો ભાવ 2.08 ટકા વધીને 84.10 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો.

આ મહિને પહેલી તારીખે પેટ્રોલ જ્યાં 25 પૈસા મોંઘું થયું હતું ત્યાં બીજી તરફ ડીઝલ પણ 30 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું હતું. ગત મહિનાના આખર તારીખોથો ઈંધણના ભાવમાં વધારો શરૂ થયો જે આજે પણ ચાલુ છે. આમ પણ હાલના સમયમાં ક્રૂડ ઓઇલની કિંમત ફરી એક વાર 82 ડૉલરને પાર થઈ ગઈ છે. તેથી પેટ્રોલિયમ પ્રોડક્ટસ મોંઘી થઇ છે. પેટ્રોલ આ મહિને 2.80 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. તો બીજી તરફ, ડીઝલ પણ 3.30 રૂપિયા જેટલું મોંઘું થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

>> અમદાવાદ – પેટ્રોલ 101.20 રૂપિયા અને ડીઝલ 100.41 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત – પેટ્રોલ 100.76 રૂપિયા અને ડીઝલ 99.91 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ – પેટ્રોલ 100.66 રૂપિયા અને ડીઝલ 99.81 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા – પેટ્રોલ 100.55 રૂપિયા અને ડીઝલ 99.68 રૂપિયા પ્રતિ લીટર

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.