વેપાર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી આટલા પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમા; 19 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીનો ભાવ જોઈએ તો ગુરુવારે પેટ્રોલ 82.66 રૂપિયા પર તો ડીઝલ 72.84 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. પેટ્રોલ-ડીઝલની કિંમો દેશમાં 25 મહિનાના ઉચ્ચ સ્તર પર
 
વેપાર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી આટલા પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમા; 19 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીનો ભાવ જોઈએ તો ગુરુવારે પેટ્રોલ 82.66 રૂપિયા પર તો ડીઝલ 72.84 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. પેટ્રોલ-ડીઝલની કિંમો દેશમાં 25 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. જો મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં ભાવ સૌથી વધુ છે. મધ્ય પ્રદેશમાં એક લીટર પેટ્રોલનો ભાવ 90.42 રૂપિયા અને ડીઝલનો ભાવ 80.59 રૂપિયા થઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

દિલ્હી- પેટ્રોલ 82.66 રૂપિયા અને ડીઝલ 72.84 રૂપિયા પ્રતિ લીટર છે.  મુંબઈ- પેટ્રોલ 89.33 રૂપિયા અને ડીઝલ 79.42 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ 84.18 રૂપિયા અને ડીઝલ 76.41 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ 85.59 રૂપિયા અને ડીઝલ 78.24 રૂપિયા પ્રતિ લીટર છે.