વેપાર: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક ફરી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. આજે ડીઝલના ભાવમાં 22થી 26 પૈસાનો વધારો થયો છે, તો પેટ્રોલ 17થી 19 પૈસા મોંઘુ થઇ છે. આજના ભાવવધારાને પગલે દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર દીઠ 81.19 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર દીઠ 71.86 રૂપિયા થઇ ગયો છે. આની પહેલા ગુરુવારે ડીઝલ અને પેટ્રોલના
 
વેપાર: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

ફરી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. આજે ડીઝલના ભાવમાં 22થી 26 પૈસાનો વધારો થયો છે, તો પેટ્રોલ 17થી 19 પૈસા મોંઘુ થઇ છે. આજના ભાવવધારાને પગલે દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર દીઠ 81.19 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર દીઠ 71.86 રૂપિયા થઇ ગયો છે. આની પહેલા ગુરુવારે ડીઝલ અને પેટ્રોલના ભાવ અનુક્રમે 11 પૈસા અને 22 પૈસા વધ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા બાદ દરરોજ પેટ્રોલ-ડીઝલના રેટ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ અને એચપીસીએલ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરી નવા રેટ જાહેર કરે છે. 20 નવેમ્બરથી અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના કિંમતોમાં 7 વખત વધારો કરાયો છે. તેની પહેલા લગભગ દોઢ મહિના સુધી તેના ભાવ સંપૂર્ણપણે સ્થિર રહ્યા હતા. ચાલુ મહિને અત્યાર સુધીમાં ઇંધણ 7 વખત મોંઘુ થયુ છે. આ 7 દિવસોમાં પેટ્રોલ 83 પૈસા અને ડીઝલ 1.45 રૂપિયા પ્રતિલિટર જેટલુ મોંઘુ થયુ છે.

મુખ્ય શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 81.89 71.86
મુંબઇ 88.58 78.38
ચેન્નઇ 84.91 77.30
ઇન્દોર 89.61 79.56
ભોપાલ 89.58 79.51
નોઇડા 82.24 72.23
જયપુર 89.11 80.82
પટના 84.45 77.29