વેપાર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં, સતત પાંચમાં દિવસે થયો આટલો વધારો

અટલ સમાચાર, ડેસ્ક આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો. તેને કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 71.41 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
વેપાર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં, સતત પાંચમાં દિવસે થયો આટલો વધારો

અટલ સમાચાર, ડેસ્ક

આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો. તેને કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 71.41 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

 સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે. દિલ્હી- પેટ્રોલ 81.59 રૂપિયા અને ડીઝલ 71.41 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 77.90 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 83.15 રૂપિયા અને ડીઝલ 74.98 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ 84.64 રૂપિયા અને ડીઝલ 76.88 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.