વેપારઃ દિવાળી પહેલા સોના-ચાંદીની કિંમતમાં તેજી, જાણો આજે કેટલો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક ઇન્ટરનેશનલ માર્કેટને જોતા સોમવારે 18 ઓક્ટોબરના રોજ ભારતમાં સોનાની કિંમતમાં તેજી આવી છે. આજે 18 ઓક્ટોબરના રોજ એક્સચેન્જ પર ડિસેમ્બર ગોલ્ડ પ્રાઇસ 0.11% વઘીને 47,265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. સોમવારે ચાંદીની કિંમત ()માં પણ તેજી જોવા મળી છે. ચાંદી 18 ઓક્ટોબરના રોજ 0.16% ઉછલીને 63,371 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી
 
વેપારઃ દિવાળી પહેલા સોના-ચાંદીની કિંમતમાં તેજી, જાણો આજે કેટલો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

ઇન્ટરનેશનલ માર્કેટને જોતા સોમવારે 18 ઓક્ટોબરના રોજ ભારતમાં સોનાની કિંમતમાં તેજી આવી છે. આજે 18 ઓક્ટોબરના રોજ એક્સચેન્જ પર ડિસેમ્બર ગોલ્ડ પ્રાઇસ 0.11% વઘીને 47,265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. સોમવારે ચાંદીની કિંમત ()માં પણ તેજી જોવા મળી છે. ચાંદી 18 ઓક્ટોબરના રોજ 0.16% ઉછલીને 63,371 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. અમેરિકન બૉન્ડ યીલ્ડ અને ડૉલરમાં નરમાઈને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે સોનાના ભાવમાં તેજી આવી છે. હાજર સોનું 0.2% વધીને 1770.26 ડૉલર પ્રતિ ઔંસ થયું છે. જ્યારે ફ્યૂચર ભાવ 0.1% વધીને 1770.50 ડૉલર થયું છે.

સોનામાં ઓક્ટોબર મહિનામાં રિકવરી જોવા મળી છે. સપ્ટેમ્બરના અંતે સોનું 46 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલ્યું ગયું હતું. હાલ સોનું MCX પર 47,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ક્રૂડની વધી રહેલી કિંમત, મોંઘવારી, સોનાની હાજર માંગ, પાવર ક્રાઇસિસ અને ઇક્વિટી માર્ટેમાં હાઇ વેલ્યુએશનને પગલે સોનાની કિંતમને સપોર્ટ મળ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે હાલ એવા અનેક ફેક્ટર છે જે સોનાની કિંમતને સપોર્ટ કરે છે. આથી દિવાળી પહેલા હાલ સોનામાં પૈસા લગાવવાનો યોગ્ય સમય છે. સોનામાં થોડો ઘટાડો થાય તો શોર્ટ ટર્મ અને લૉંગ ટર્મ માટે એન્ટ્રી કરી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

IIFL સિક્યોરિટીઝના VP (રિસર્ચ) અનુજ ગુપ્તાનું કહેવું છે કે, ટેક્નિકલ રીતે શૉર્ટ ટર્મમાં ચાર્ટ પર ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાને 1720 ડૉલર પ્રતિ ઔંસનો સપોર્ટ પ્રાપ્ત છે, તો 1850 ડૉલર પ્રતિ ઔંસનો રેજિસ્ટન્સ બન્યો છે. ઘરેલૂ બજારમાં સોનાને નીચેથી 47,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સપોર્ટ છે, જ્યારે 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રેજિસ્ટન્સ છે. ઘરેલૂ બજારમાં રોકાણકારોએ 47,500 રૂપિયાના ભાવ પર 49,000 રૂપિયાથી 49,500 રૂપિયાના ટાર્ગેટ માટે બજારમાં એન્ટ્રી કરવી જોઈએ. આ માટે 46,800 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવો જરૂરી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 1750 ડૉલરના ભાવ પર 1850થી 1900 રૂપિયાનો ટાર્ગેટ બનાવીને બજારમાં એન્ટ્રી કરવી જોઈએ. આ માટે 1720 ડૉલરનો સ્ટૉપલોસ લગાવવો.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.