વેપારઃ દિવાળી પર સામાન્ય માણસને પડશે મોંઘવારીનો માર, ડુંગળીના ભાવ વધવાની શક્યતા

અટલ સમાચાર, ડેસ્ક દેશના વિવિધ ભાગમાં વરસી રહેલ કમોસમી વરસાદની અસર ડુંગળીની કિંમતો પર પડવા લાગી છે. માનવામાં આવી રહ્યુ છે કે, કિંમત વધવાનો આ ટ્રેંડ રહ્યો તો આ વર્ષે દિવાળીની પ્રસંગ પર ડુંગળીના ભાવ આકાશને આંબી શકે છે. કર્ણાટકમાં અકાળે વરસાદને કારણે ડુંગળીનો પુરવઠો પણ ઓછો થયો છે. તેની સીધી અસર ડુંગળીના ભાવ પર
 
વેપારઃ દિવાળી પર સામાન્ય માણસને પડશે મોંઘવારીનો માર, ડુંગળીના ભાવ વધવાની શક્યતા

અટલ સમાચાર, ડેસ્ક

દેશના વિવિધ ભાગમાં વરસી રહેલ કમોસમી વરસાદની અસર ડુંગળીની કિંમતો પર પડવા લાગી છે. માનવામાં આવી રહ્યુ છે કે, કિંમત વધવાનો આ ટ્રેંડ રહ્યો તો આ વર્ષે દિવાળીની પ્રસંગ પર ડુંગળીના ભાવ આકાશને આંબી શકે છે. કર્ણાટકમાં અકાળે વરસાદને કારણે ડુંગળીનો પુરવઠો પણ ઓછો થયો છે. તેની સીધી અસર ડુંગળીના ભાવ પર પડી રહી છે. સોમવારે લાસલગાંવ મંડી ખુલી ત્યારે ડુંગળીના ભાવમાં ક્વિન્ટલ 2 હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશની સૌથી મોટી ડુંગળીનું બજાર મહારાષ્ટ્રના લાસલગામમાં સોવરાને સારી ડુંગળીનો બજાર ભાવ 6 હજાર 82 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયો હતો. ખરેખર છેલ્લા કેટલા દિવસમાંથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ખેતરમાં ડુંગળીનો પાક બર્બાદ થઈ ગયો છે. કર્ણાટકમાં વરસાદથી ડુંગળી આપૂર્તિ પર પડશે ફરક

લાસલગામમાં સોમવારે કમાલ પ્રકારની ડુંગળીના ભાવ 6802 રૂપિયા પ્રતિ ક્વિંટલ, સરાસરી કિસ્મના ભાવ 6200 રૂપિયા અને ખરાબ પ્રકારની ડુંગળીના ભાવ 1500 રૂપિયા પ્રતિ ક્વિંટલ દાખલ કરવામાં આવ્યા હતા. જાણકારી પ્રમાણે લાસલગામની મોટી ડુંગળીના વેપારીઓ પર 14 ઓક્ટોબરને ઈનકમ ટેક્સ વિભાગની છાપેમારી થઈ હતી. ત્યારબાદ ડરના કારણે વેપારી માર્કેટમાં આવી રહ્યા છે, પરંતુ સોમવારે વેપારી માર્કેટમાં પહોંચ્યા અને ભાવ વધારો કરવાની જાહેરાત કરી દીધી.