વેપાર: આ બેંકો બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારીને કારણે ઠપ પડેલા અર્થતંત્રને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી બેંકોએ બચત ખાતા પર વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો છે. એવા સમયે અમુક જાહેર ક્ષેત્રની બેંકો જેવી કે કેનરા બેંકે બચત ખાતા પર ગ્રાહકોને સૌથી વધારે વ્યાજ આપવાનો ઑફર કરી છે. બીજી તરફ દિગ્ગજ સરકારી બેંક એસબીઆઈ અને બેંક ઑફ બરોડા પોતાના ગ્રાહકોને
 
વેપાર: આ બેંકો બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારીને કારણે ઠપ પડેલા અર્થતંત્રને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી બેંકોએ બચત ખાતા પર વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો છે. એવા સમયે અમુક જાહેર ક્ષેત્રની બેંકો જેવી કે કેનરા બેંકે બચત ખાતા પર ગ્રાહકોને સૌથી વધારે વ્યાજ આપવાનો ઑફર કરી છે.

બીજી તરફ દિગ્ગજ સરકારી બેંક એસબીઆઈ અને બેંક ઑફ બરોડા પોતાના ગ્રાહકોને બચત ખાતા પર ક્રમશ: 2.70 અને 2.75 ટકા વ્યાજ આપે છે. જ્યારે સ્મૉલ ફાઇનાન્સ બેંક જેમ કે એયૂ સ્મૉલ બેંક અને ઉજ્જીવલ સ્મૉલ ફાઇનાન્સ બેંક પોતાના ગ્રાહકોને બચત ખાતા પર ક્રમશ: 7 ટકા અને 6.5 ટકા સુધી વ્યાજ આપે છે.

IDBI અને કેનરા બેંક: બેંક બજાર તરફથી એકત્રિત કરવામાં આવેલા ડેટા પ્રમાણે આઈડીબીઆઈ બેંક અને કેનરા બેંક પોતાના ગ્રાહકોનો ક્રમશ: 3.5 અને 3.2 ટકા વ્યાજ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે ખાનગી બેંક એચડીએફસી પોતાના ગ્રાહકોને બચત ખાતા પર 3થી 3.5 ટકા વ્યાજ આપે છે.

બંધન બેંક: બેંક વધારે વ્યાજની સાથે સાથે અનેક બીજી ઑફર પણ આપી રહી છે. હાલમાં એક લાખ સુધીની જમા રકમ પર બેંક 4 ટકા, એક લાખથી 10 કરોડ રૂપિયા સુધી 6. ટકા અને 10 કરોડથી 50 કરોડ સુધીની જમા રકમ પર 6.55 ટકા અને 50 કરોડથી વધારેની જમા રકમ પર 6.55 ટકા વ્યાજ આપે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

IDFC ફર્સ્ટ બેંક: આ બેંક 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર સાત ટકા વ્યાજ આપે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં વ્યાદરની શરૂઆત છ ટકાથી થાય છે. આ બેંકમાં તમને કેશબેક અને અનલિમિટેડ કેશ ઉપાડ જેવી સુવિધા મળે છે.

Indusind bank: બેંક એક લાખ સુધીની જમા રકમ પર ચાર ટકા સુધી, 1 લાખથી 10 લાખ સુધી પાંચ ટકા અને 10 લાખથી વધારે જમા રકમ પર 6 ટકા વ્યાજ આપે છે. આ બેંક ત્રિમાસિક ધોરણે વ્યાજ આપે છે.

RBL બેંક: અહીં એક લાખ સુધીની બચત પર તમને 4.75 ટકા વ્યાજ મળશે. જ્યારે 1 લાકથી 10 લાખ સુધીની જમા રકમ પર તમને છ લાખ સુધી વ્યાજ મળશે. 10 લાકથી પાંચ કરોડ સુધીની જમા રાશિ પર તમને 6.75 ટકા વ્યાજ મળશે.

HDFC Bank: દેશની અગ્રણી ખાનગી બેંક એચડીએફસીમાં પાંચ લાખથી નીચેની બેલેન્સ પર તમને 3 ટકા અને 50 લાખ રૂપિયા કે તેનાથી વધારેની રકમ પર તમને 3.5 ટકા વ્યાજ મળે છે. અહીં વ્યાજની ગણતરી ખાતામાં રહેલી જમા રકમ પર મળે છે.

ન્યૂનત્તમ બેલેન્સ મર્યાદા: ઉલ્લેખનીય છે કે સરકારી બેંકોમાં ન્યૂનત્તમ બેલેન્સ મર્યાદા 250 રૂપિયા છે. જ્યારે એસબીઆઈમાં આ મર્યાદા શૂન્ય છે. ખાનગી બેંક જેવી કે એક્સિસ બેંક અને એચડીએફસી બેંકમાં આ મર્યાદા 2,500થી 10,000 રૂપિયા છે. જો આનાથી ઓછી રકમ બેંક ખાતામાં જમા રાખવામાં આવે છે તો બેંક ચાર્જ લેતી હોય છે.

Ujjivan Small Finance Bank: ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંક ઘરેલૂ અને બિન-નિવાસી ખાતાઓ પર એક લાખ રૂપિયા સુધીની બેલેન્સ પર 4.0 ટકા વ્યાજ આપે છે. 1 લાખથી 5 લાખ સુધીની બેલેન્સ પર 5 ટકા, 5થી 50 લાખ સુધી 5.25 ટકા અને 50 લાખથી 5 કરોડ રૂપિયા સુધીની રકમ પર 6.25 ટકા વ્યાજ આપે છે.

સાઉથ ઇન્ડિયન બેંક: કેરળમાં મુખ્યાલય ધરાવતી આ ખાનગી ક્ષેત્રની બેંક બચત ખાતા (NRO/NRI સહિત) પર બે લાખ રૂપિયા સુધીની જમા રકમ પર 2.35 ટકા, બે લાખથી પાંચ કરોડ રૂપિયા સુધી 2.75 ટકા, પાંચ કરોડથી 100 કરોડ રૂપિયા કે તેનાથી વધારે જમા રકમ પર 4.60 ટકા વ્યાજ આપે છે.