વેપાર: શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 2400 પોઇન્ટ ગગડ્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના કારણે વધી રહેલી ચિંતાથી ભારતીય શૅર બજારમાં ભારે કડાકો આવ્યો છે. બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 2400થી વધુ પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ નિફ્ટીમાં પણ 700 પૉઇન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. ભારતીય શૅર બજારમાં કડાકો બોલતાં રોકાણકારોનાં 9.82 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
વેપાર: શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 2400 પોઇન્ટ ગગડ્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના કારણે વધી રહેલી ચિંતાથી ભારતીય શૅર બજારમાં ભારે કડાકો આવ્યો છે. બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 2400થી વધુ પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ નિફ્ટીમાં પણ 700 પૉઇન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. ભારતીય શૅર બજારમાં કડાકો બોલતાં રોકાણકારોનાં 9.82 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકાના બજાર કોરોનાથી ગભરાઈ ગયા છે. બુધવારના કારોબારમાં Dow 1460 પૉઇન્ટ ગબડી ગયો હતો. Dow કાલે પોતાની રેકોર્ડ ઊંચાઈથી 20 ટકા નીચે આવી ગયો હતો. Nasdaq અને S&P 500 પણ 5 ટકા ઘટ્યો હતો. એશિયામાં પણ નબળાઈ જોવા મળી રહી છે. આ દરમિયાન SAUDI ARAMCOને પ્રોડક્શન વધારવાના નિર્દેશ મળ્યા બાદ ક્રૂડના ભાવોમાં 4 ટકાનો ઘટાડો આવ્યો છે. બ્રેંટ 36 ડૉલર સુધી પહોંચી ગયો છે. કંપની 10 લાખ બૈરલ રોજનું ઉત્પાદન વધારી શકે છે.

આ ગ્લોબલ સંકેતોની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે ભારે ઘટાડા સાથે થઈ છે. મિડ અને સ્મૉલકેપ શૅરોમાં પણ વેચાવલી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 2.27 ટકા અને સ્મૉલકેપ ઇન્ડેક્સ 1.61 ટકાના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. તેલ-ગેલ શૅરોમાં પણ આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈનો ઑઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 6 ટકાની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યો છે. રૂપિયો 62 પૈસાની નબળાઈ સાથે ખુલ્યો રૂપિયાની શરૂઆત આજે નબળાઈ સાથે થઈ છે. ડૉલરની સામે રૂપિયો આજે 62 પૈસાની નબળાઈની સાથે 74.25ના સ્તરે ખુલ્યો છે. બીજી તરફ, છેલ્લા કારોબારી દિવસે ડૉલરની સામે રૂપિયો 46 પૈસાની મજબૂતીની સાથે 73.63ના સ્તરે બંધ થયો હતો.