વેપારઃ શેરબજારની નવા વર્ષની ગિફ્ટ, નિફ્ટી 14 હજારને પાર, સેન્સેક્સ પણ રેકોર્ડ હાઈ

અટલ સમાચાર, ડેસ્ક વર્ષના અંતિમ કારોબારી દિવસે નિફ્ટી પ્રથમ વખત 14 હજારના સ્તરને વટાવી ગયો છે. આ પહેલા 24 નવેમ્બરે ઈન્ડેક્સે 13,055ના સ્તરને વટાવ્યું હતું. નિફ્ટી માર્ચના નીચલા સ્તરથી 84 ટકા પર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નિફ્ટી 23 માર્ચે 13 ટકા ઘટીને 7610ના સ્તર પર બંધ થયો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
વેપારઃ શેરબજારની નવા વર્ષની ગિફ્ટ, નિફ્ટી 14 હજારને પાર, સેન્સેક્સ પણ રેકોર્ડ હાઈ

અટલ સમાચાર, ડેસ્ક

વર્ષના અંતિમ કારોબારી દિવસે નિફ્ટી પ્રથમ વખત 14 હજારના સ્તરને વટાવી ગયો છે. આ પહેલા 24 નવેમ્બરે ઈન્ડેક્સે 13,055ના સ્તરને વટાવ્યું હતું. નિફ્ટી માર્ચના નીચલા સ્તરથી 84 ટકા પર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નિફ્ટી 23 માર્ચે 13 ટકા ઘટીને 7610ના સ્તર પર બંધ થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતીય શેરબજારોમાં હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 39 અંક વધીને 47785 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 3.6 અંક વધીને 13985 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર HDFC, ICICI બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ, લાર્સન, સન ફાર્મા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. HDFC 1.51 ટકા વધી 2555.00 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 1.11 ટકા વધીને 534.30 પર કારોબાર કરી રહ્યો છે. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક, ટીસીએસ, પાવર ગ્રીડ કોર્પ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.21 ટકા ઘટી 5290.60 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 0.86 ટકા ઘટી 619.60 પર કારોબાર કરી રહ્યો છે.