દુર્ઘટના@દ્વારકા: 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અનેક અકસ્માતના બનાવો સામે આવતાં રહે છે. આ સાથે આજે દેવભૂમિ દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સોનરડી ગામ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે કાર વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં અમદાવાદના પરિવારે બે સભ્યો ગુમાવ્યા છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ભાટિયાની એક યુવતીનું પણ ઘટના
 
દુર્ઘટના@દ્વારકા: 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અનેક અકસ્માતના બનાવો સામે આવતાં રહે છે. આ સાથે આજે દેવભૂમિ દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સોનરડી ગામ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે કાર વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં અમદાવાદના પરિવારે બે સભ્યો ગુમાવ્યા છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ભાટિયાની એક યુવતીનું પણ ઘટના સ્થળે જ મોત થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વહેલી સવારે ઝાકળને કારણે બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃતકોમાં બે પુરુષ અને એક યુવતીનો સમાવેશ થાય છે. તમામ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છ જેટલા લોકોને ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે અકસ્માત i20 અને સ્વિફ્ટ કાર વચ્ચે થયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિયાળામાં ધુમ્મસને પગલે અનેક અકસ્માત થતા હોય છે. આજે સોમવારે સવારે રાજ્યના અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. ધુમ્મસને પગલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એક અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સાથે અનેક વાહનની ટક્કર થઈ છે.