દુર્ઘટનાઃ સેલ્ફી લેવાના ચક્કરમાં 7 છોકરીઓ તળાવમાં ડૂબી, એક લાપતાં

અટલ સમાચાર, ડેસ્ક સેલ્ફી લેવાના ચક્કરમાં આ વખતે દેવાસમાં એક દુર્ઘટના બની છે. અહીં સેલ્ફી (Selfie) લેવાના પ્રયાસમાં 7 છોકરીઓ અને મહિલાઓ તળાવમાં ડૂબી ગઈ. તે પૈકી 6 લોકોને ઘટનાસ્થળે હાજર માછીમારો અને સ્થાનિકોએ બચાવી લીધા, પરંતુ એક કિશોરીની હજુ સુધી ભાળ મળી નથી. કિશોરી પોતાના સગા-સંબંધીઓની સાથે પિકનિક કરવા માટે અહીં આવી હતી, પરંતુ
 
દુર્ઘટનાઃ સેલ્ફી લેવાના ચક્કરમાં 7 છોકરીઓ તળાવમાં ડૂબી, એક લાપતાં

અટલ સમાચાર, ડેસ્ક

સેલ્ફી લેવાના ચક્કરમાં આ વખતે દેવાસમાં એક દુર્ઘટના બની છે. અહીં સેલ્ફી (Selfie) લેવાના પ્રયાસમાં 7 છોકરીઓ અને મહિલાઓ તળાવમાં ડૂબી ગઈ. તે પૈકી 6 લોકોને ઘટનાસ્થળે હાજર માછીમારો અને સ્થાનિકોએ બચાવી લીધા, પરંતુ એક કિશોરીની હજુ સુધી ભાળ મળી નથી. કિશોરી પોતાના સગા-સંબંધીઓની સાથે પિકનિક કરવા માટે અહીં આવી હતી, પરંતુ સેલ્ફી લેવાના ચક્કરમાં દુર્ઘટનાનો શિકાર બની ગઈ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેવાસના રાજાનલ તળાવમાં આ દુર્ઘટના બની. દુર્ઘટનાનો શિકાર બનેલી કિશોરી પોતાના સગા-વહાલાની સાથે પિકનિક કરવા આવી હતી. તેની સાથે અન્ય મહિલાઓ અને છોકરીઓ પણ હતી. તેને બચાવવાના ચક્કરમાં એક પછી એક 6 છોકરીઓ અને મહિલાઓ તળાવમાં કૂદતી ગઈ. આ સૌને ત્યાં હાજર માછીમારો અને સ્થાનિકોને બચાવી લીધા, પરંતુ એક કિશોરીને ન બચાવી શક્યા. અંધારું થવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન રોકવું પડ્યું. સવાર થતા જ ફરીથી કિશોરીની શોધખોળ શરૂ કરવામાં આવી.

ખટાંબામાં પોતાના સગાવવહાલાને ત્યાં આવેલી કિશોરી પિકનિક કરવા માટે રાજાનલ તળાવમાં આવી હતી. પિકનિક દરમિયાન રાજાનલ તળાવ પર તમામ લોકો સેલ્ફી લેવામાં મસ્ત હતા. આ દરમિયાન એક કિશોરી અચાનક તળાવમાં પડી હતી. તેને બચાવવા માટે એક પછી એક 7 લોકો (જેમાં મહિલાઓ અને છોકરીઓ હતી)એ એક-બીજાને બચાવવાના ચક્કરમાં તળાવમાં કૂદવા લાગી. માછલી પકડનારા અને ભેંસ ચરાવનારા લોકોની નજર આ લોકો પર પડી. બંને પોતાના જીવની ચિંતા કર્યા વગર તળાવમાં કૂદી ગયા. બંનેએ 6 લોકોને તળાવથી બહાર કાઢ્યા પરંતુ એક કિશોરીની ભાળી નથી મળી.

બીએનપી પોલીસ સ્ટેશન અંતર્ગત શહેરથી લગભગ 5 કિલોમીટર દૂર રાજાનલ તળાવમાં સેલ્ફી લેતી વખતે છોકરીઓ અને મહિલાઓ ડૂબી ગઈ. આ લોકોને ડૂબતા બે લોકોએ જોયા. બંનેએ તળાવમાં અનેક પ્રયાસો કર્યા બાદ 6 લોકોને સુરક્ષિત બચાવી દીધા, પરંતુ 14 વર્ષની કિશોરી નુજ્જત ડૂબી ગઈ. તે સાંવરેની રહેવાસી હતી. અંધારું હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન રોકી દેવામાં આવ્યું હતું.