દુર્ઘટનાઃ સેલ્ફી લેવાના ચક્કરમાં માંડવીના દરિયામાં સ્પીડ બોટ ડૂબતાં મહિલાનું મોત

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તરાયણના દિવસે વધુ એક કરુણ ઘટના બની હતી. દરિયામાં સ્પીડ બોટ ઊંધી વળતાં અમદાવાદથી આવેલા એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા હતા, જેમાં ચારનો બચાવ થયો હતો, જ્યારે મહિલાનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ બહાર આવી કે દરિયામાં સેલ્ફી લેતી વખતે સંતુલન બગડતાં બોટ ઊંધી વળી હતી. વળી, મહિલાએ લાઇફ જેકેટ
 
દુર્ઘટનાઃ સેલ્ફી લેવાના ચક્કરમાં માંડવીના દરિયામાં સ્પીડ બોટ ડૂબતાં મહિલાનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તરાયણના દિવસે વધુ એક કરુણ ઘટના બની હતી. દરિયામાં સ્પીડ બોટ ઊંધી વળતાં અમદાવાદથી આવેલા એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા હતા, જેમાં ચારનો બચાવ થયો હતો, જ્યારે મહિલાનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ બહાર આવી કે દરિયામાં સેલ્ફી લેતી વખતે સંતુલન બગડતાં બોટ ઊંધી વળી હતી. વળી, મહિલાએ લાઇફ જેકેટ પહેર્યું હોવા છતાં સમુદ્રના મોજાને કારણે વધારેપડતું પાણી પી જતાં તેમણે જીવ ગુમાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના મણિનગર ખાતે રહેતો પરિવાર માંડવી બીચ પર ફરવા આવ્યો હતો. જેમાં બેલાબેન ગિરીશભાઇ ઠક્કર (ઉ.વ.51) તેમના પતિ ગિરીશભાઇ ઠક્કર (ઉ.વ.55), હિતેશભાઇ ઠક્કર (ઉ.વ.55), ભાવનાબેન હિતેશભાઇ ઠક્કર (ઉ.વ.53), હિતાશીબેન ઠક્કર (ઉં.વ.16)નામના સભ્યો વોટર સ્પોર્ટ્સની ઇચ્છાથી લાઇફ જેટેક પહેરી સ્પીડ બોટમાં સવાર થયા હતા. પરિવાર સમુદ્રના મોજા પર ઝડપથી તરતી બોટમાં આંનદ લઇ રહ્યો હતો. ત્યારે જ બપોરે 12.45 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી. અમદાવાદનો આ પરિવાર પોલીસમાં કોઇ ફરિયાદ કરવા તૈયાર ન હોવાથી પોલીસે વોટર સ્પોર્ટ્સના સંચાલકના નિવેદન લીધા હતા. જેમાં મૃતક મહિલા જ પોતે સેલ્ફી લેતી હોવાથી તેનું સંતુલન બગડ્યું હતું. તેને બચાવવા જતા બોટે સંતુલન ગુમાવ્યું હતું. જેના પગલે બોટ ઊંધી વળી ગઇ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જ્યારે બોટ ડુબવાનો બનાવ બન્યો ત્યારે લોકોને બચાવવા માટે કોઇ અન્ય બોટ કાંઠા પર હાજર ન હતી. દરિયામાં પાસે પ્રવાસીઓને ફેરવી રહેલી બોટ કાંઠા પર આવી મુસાફરોને ઉતારીને તરત ડુબતા લોકોને બચાવવા દરિયામાં ગઇ હતી. દરિયામાં ઊંધી વળેલી બોટમાંથી ડુબેલા અમદાવાદના પરિવારને કાંઠે લઇ હતી, ત્યારે બોટમાંથી ઉતરતી વખતે દીકરી બોલી કે, મારી માતા ક્યાં છે ? તેથી તાત્કાલિક બોટ ફરી દરિયામાં જે જગ્યા પર બનાવ બન્યો હતો ત્યાં જઇ આસપાસ તપાસ કરીને મહિલાને શોધી કાઢી હતી. મહિલાને કાંઠે લઇ આવી હોશમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. પાણી પી ગયેલી મહિલાને પંપીંગ કરીને લોકોએ પાણી કાઢવાનો પ્રસાસ કર્યો હતો, પરંતુ મહિલાએ જીવ છોડી દિધો હતો.