કરૂણતાઃ યુવકે કૂતરાઓના ભસવાના ત્રાસથી ઝેર ખવડાવ્યું, અંતે 20ના મોત

અટલ સમાચાર, ડેસ્ક પશુ,પક્ષી કોઇ બોલી શકતા નથી એટલે એનો મતલબ એ નથી કે લોકો મૂંગા જનાવરને મારી નાખે. આવો એક બનાવ ઓડિશાના કટક જિલ્લામાં કથિત રીતે ઓછામાં ઓછા 20 કૂતરાઓને ઝેરી પદાર્થ ખવડાવીને મારી નાખનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 24 વર્ષીય આ વ્યક્તિ મીઠાઈની દુકાન ચલાવે છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાત્રે
 
કરૂણતાઃ યુવકે કૂતરાઓના ભસવાના ત્રાસથી ઝેર ખવડાવ્યું, અંતે 20ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

પશુ,પક્ષી કોઇ બોલી શકતા નથી એટલે એનો મતલબ એ નથી કે લોકો મૂંગા જનાવરને મારી નાખે. આવો એક બનાવ ઓડિશાના કટક જિલ્લામાં કથિત રીતે ઓછામાં ઓછા 20 કૂતરાઓને ઝેરી પદાર્થ ખવડાવીને મારી નાખનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 24 વર્ષીય આ વ્યક્તિ મીઠાઈની દુકાન ચલાવે છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાત્રે કૂતરાઓના ભસવાથી અને તેની દુકાનની સામે કૂતરાઓના ભેગા થવાના કારણે પરેશાન રહેતો હતો. જેથી તેણે છેલ્લા કેટલાક દિવસોમાં તેમને ઝેરી પદાર્થ ખવડાવી દીધા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના ત્યારે સામે આવી જ્યારે સ્થાનિક લોકોએ એક ખાડામાં ઓછામાં ઓછા 10 મરેલા કૂતરા જોયા. કટક શહેરથી 13 કિલોમીટર દૂર તંગી-ચૌદગરના શંકરપુર ગામના બજારમાં પણ મરેલા કૂતરા મળી આવ્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ સ્વીકારી લીધું છે કે તે રાત્રે કૂતરાઓના ભસવાના કારણે પરેશાન રહેતો હતો અને તેથી તેણે કૂતરાઓને ઝેર મેળવેલું ખાવાનું ખવડાવી દીધું હતું. પોલીસે જણાવ્યું કે, આરોપી પર ઈન્ડિયન પિનલ કોડ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત મરેલા કૂતરાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.