દુર્ઘટના@અમદાવાદ: હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં એકસાથે 4 લોકોના મોતથી હાહાકાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સોમવારે વહેલી સવારે અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર એક ગોઝારો અકસ્માત ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જયારે અન્ય 4 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે ત્યાં ઘટનાસ્થળે પહોંચેલા 108ના સ્ટાફે કારમાં ફસાયેલા લોકોને મહામહેનતે
 
દુર્ઘટના@અમદાવાદ: હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં એકસાથે 4 લોકોના મોતથી હાહાકાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સોમવારે વહેલી સવારે અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર એક ગોઝારો અકસ્માત ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જયારે અન્ય 4 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે ત્યાં ઘટનાસ્થળે પહોંચેલા 108ના સ્ટાફે કારમાં ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ઇકો કાર રોડ પર ઊભેલી ટ્રેક પાછળ ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માત એટલો ગંભીર હતો કે એમાં ઇકો કારનો ભૂક્કો થઈ ગયો હતો. કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ચાર જેટલી વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ઇકો કારની ઝડપ ખૂબ વધારે હતી અને તે રોડ પર ઊભી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.