દુર્ઘટના@અમદાવાદ: 5 માળની ઇન્ટરનેશનલ સ્કુલમાં અચાનક આગ, ફાયરની 10 ગાડી ઘટનાસ્થળે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદની કૃષ્ણનગરના સરદાર ચોકમાં આવેલી અંકુર સ્કૂલમાં આગ લાગી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે ત્યારે તાબડતોડ ઘટના સ્થળે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ પહોંચી છે. શાળામાં ફસાયેલા 3 લોકોને બચાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતુ કે, મહામહેનતે આખરે આગ પર
 
દુર્ઘટના@અમદાવાદ: 5 માળની ઇન્ટરનેશનલ સ્કુલમાં અચાનક આગ, ફાયરની 10 ગાડી ઘટનાસ્થળે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદની કૃષ્ણનગરના સરદાર ચોકમાં આવેલી અંકુર સ્કૂલમાં આગ લાગી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે ત્યારે તાબડતોડ ઘટના સ્થળે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ પહોંચી છે. શાળામાં ફસાયેલા 3 લોકોને બચાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતુ કે, મહામહેનતે આખરે આગ પર કાબૂ મળવી શક્યા છીએ અને 3 ફસાયેલા લોકોને પણ બચાવી લીધા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@અમદાવાદ: 5 માળની ઇન્ટરનેશનલ સ્કુલમાં અચાનક આગ, ફાયરની 10 ગાડી ઘટનાસ્થળે

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાની જાણ કરી ફાયર વિભાગને થતાં 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ત્યારે 108 એમ્બ્યુલન્સને પણ રવાના કરવામાં આવી છે. 6 થી 7 લોકો સ્કૂલની આગમાં ફસાયા હોવાની જાણકારી હાલમાં આપવામાં આવી રહી છે. આગને પગલે પાંચ માળની સ્કૂલના તમામ માળ પરથી ધૂમાડાના ગોટે ગોટા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. હજુ સુધી આગ લાગવા પાછળનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.