દુર્ઘટના@અંબાજી: ટ્રેલર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર યાત્રાધામ અંબાજી નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં બાઇકસવાર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થવાની ઘટના સામે આવી છે. અંબાજી નજીક ગઇકાલે મોડીસાંજે ટ્રેલર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર પ્રકારની ઇજાઓને કારણે બાઇકસવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. આ તરફ ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસે તાત્કાલિક
 
દુર્ઘટના@અંબાજી: ટ્રેલર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

યાત્રાધામ અંબાજી નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં બાઇકસવાર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થવાની ઘટના સામે આવી છે. અંબાજી નજીક ગઇકાલે મોડીસાંજે ટ્રેલર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર પ્રકારની ઇજાઓને કારણે બાઇકસવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. આ તરફ ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા-અંબાજી પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે મોડીસાંજે અંબાજી નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર ટ્રેલરના પાછળના ભાગે આવી જતાં ગંભીર પ્રકારની ઇજાઓને લઇ યુવકનું મોત થયુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ સાથે અંબાજી પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.