દુર્ઘટના@ભાભર: જીપ-ઇકો વચ્ચે ગંભીર અકસ્માતમાં 1નું મોત, 3 ઘાયલ

અટલ સમાચાર, ભાભર ભાભર તાલુકાના ગાગુન પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં એકનું કરૂણ મોત થયુ છે. આ સાથે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જીપડાલા અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતથી જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે
 
દુર્ઘટના@ભાભર: જીપ-ઇકો વચ્ચે ગંભીર અકસ્માતમાં 1નું મોત, 3 ઘાયલ

અટલ સમાચાર, ભાભર

ભાભર તાલુકાના ગાગુન પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં એકનું કરૂણ મોત થયુ છે. આ સાથે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જીપડાલા અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતથી જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના@ભાભર: જીપ-ઇકો વચ્ચે ગંભીર અકસ્માતમાં 1નું મોત, 3 ઘાયલ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@ભાભર: જીપ-ઇકો વચ્ચે ગંભીર અકસ્માતમાં 1નું મોત, 3 ઘાયલ

બનાસકાંઠા જીલ્લામાં એક જ દિવસમાં માર્ગ અકસ્માતની બે ઘટના સામે આવી છે. ભાભર તાલુકાના ગાગુન નજીક જીપડાલા અને ઇકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયુ છે. મીઠા ગામમાં સસ્તા અનાજની દુકાન સંચાલક મનુભાઇ ઠક્કરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતા ચકચાર મચી ગઇ છે. દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડતાં ખળભળાટ મચી ગયો છે.