દુર્ઘટના@ભરૂચ: GIDCમાં આવેલી કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી, 1 શ્રમિકનું કરૂણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં આવેલી નાઈટ્રેકસ કંપનીમાં આજે મંગળવારે વહેલી સવારે એક જોરદાર બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રસાયણિક પ્રક્રિયા દરમિયાન થયેલા આ ગંભીર વિસ્ફોટમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.કંપનીના પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બોલ ડાઈઝેસ્ટરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની નજીકમાં કામ કરી રહેલા બે શ્રમિકો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો, અને પ્લાન્ટમાંથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર GIDC વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. કંપનીના અન્ય કર્મચારીઓ અને નજીકના પ્લાન્ટના શ્રમિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.

