દુર્ઘટના@દેશ: કોરોના રસી બનાવતી કંપનીમાં અચાનક વિકરાળ આગથી અફરાતફરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ઉત્પાદન કંપનીમાં આગ ભભૂકી ઉઠી છે. આ આગ લાગવાની ખબર આગની માફક પ્રસરી જતા કંપનીના મેનેજમેન્ટે કહ્યુ હતુ કે, રસીના ઉત્પાદન ઉપર કોઈ અસર નહી પડે. બાદમાં પુના સ્થિત સીરમ પ્લાન્ટના પાંચમાં માળે અચાનક આગ લાગતા ઈમરજન્સી સર્વીસોને બોલાવી દેવાઈ હતી.
 
દુર્ઘટના@દેશ: કોરોના રસી બનાવતી કંપનીમાં અચાનક વિકરાળ આગથી અફરાતફરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ઉત્પાદન કંપનીમાં આગ ભભૂકી ઉઠી છે. આ આગ લાગવાની ખબર આગની માફક પ્રસરી જતા કંપનીના મેનેજમેન્ટે કહ્યુ હતુ કે, રસીના ઉત્પાદન ઉપર કોઈ અસર નહી પડે. બાદમાં પુના સ્થિત સીરમ પ્લાન્ટના પાંચમાં માળે અચાનક આગ લાગતા ઈમરજન્સી સર્વીસોને બોલાવી દેવાઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડીયા છે. જેમાં હાલ કોવિશિલ્ડ તથા એસ્ટ્રોઝેનેકા કોવીડ -19 જેબનુ મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યુ છે. આ સંસ્થાનાના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરે આગની જાણકારીની સત્યતા વિષે પુષ્ટી કરી હતી. પરંતુ તેમને સાથે સાથે એમ પણ જણાવ્યુ હતુ કે, જે સ્થળે આગ લાગી છે તે સ્થળ આગથી દુર છે. જેથી કોવીશિલ્ડના ઉત્પાદન ઉપર કોઈ અસર નહી પડે.

સુત્રોના જણાવ્યા અનુસાર પુણેના ફાયર ડીપાર્ટમેન્ટને આ ઘટનાની જાણ 2.50 વાગે થઈ હતી. જેથી તેઓ તુંરત યુધ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં 10 ફાયર એન્જીનો અને બે વધારાના ટેન્કરો પણ સાથે દોડી આવ્યા હતા. ફાઈય ડીપાર્ટમેન્ટના કર્મચારીઓએ આ દુર્ઘટનામાંથી ત્રણ લોકોનો આબાદ બચાવ કર્યો હતો. પરંતુ એક વ્યક્તિ ફસાયો હોવાની જાણકારી મળી હતી. સૌથી મોટી રસી બનાવતી સંસ્થામાં આગ લાગતા ચોથા અને પાંચમાં માળે ફેલાઈ હતી.