દુર્ઘટના@દાહોદ: રીક્ષા તળાવમાં ખાબકતાં 3 બાળકોના ડૂબી જવાથી મોત, 3 લોકોનો બચાવ

અટલ સમાચાર, દાહોદ કોરોના મહામારી વચ્ચે રવિવારે બપોરના સમયે એક રીક્ષા તળાવમાં ખાબકતાં ત્રણ બાળકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. પ્રસૃતિ કરાવી ઘરે જઇ રહેલી મહિલાને અકસ્માત નડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ સાથે સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ કારમાં કુલ 6 લોકો સવાર હતા. જેમાં અકસ્માત સર્જાયા બાદ રીક્ષાચાલક ફરાર થઇ જતાં
 
દુર્ઘટના@દાહોદ: રીક્ષા તળાવમાં ખાબકતાં 3 બાળકોના ડૂબી જવાથી મોત, 3 લોકોનો બચાવ

અટલ સમાચાર, દાહોદ

કોરોના મહામારી વચ્ચે રવિવારે બપોરના સમયે એક રીક્ષા તળાવમાં ખાબકતાં ત્રણ બાળકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. પ્રસૃતિ કરાવી ઘરે જઇ રહેલી મહિલાને અકસ્માત નડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ સાથે સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ કારમાં કુલ 6 લોકો સવાર હતા. જેમાં અકસ્માત સર્જાયા બાદ રીક્ષાચાલક ફરાર થઇ જતાં પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@દાહોદ: રીક્ષા તળાવમાં ખાબકતાં 3 બાળકોના ડૂબી જવાથી મોત, 3 લોકોનો બચાવ

દાહોદના નાની ડોકી ગામ પાસે રીક્ષા કોતરમાં ખાબકતા 3 બાળકોના મૃત્યું થયા છે. દાહોદ તાલુકાનાં ચોસાલા ગામે રહેતી 25 વર્ષીય રંગીબેન કલસિંગભાઈ માવીને પ્રસૂતિ પીડા ઊપડતાં દાહોદ તાલુકાનાં રેટિયા ગામે આવેલી પીએચસી કેન્દ્રમાં ડીલેવરી કરાવવામાં માટે ગઈ હતી. જે બાદમાં ડીલીવરી કરાવ્યા બાદ રવિવારે સવારે ખાનગી ઓટો રિક્ષામાં પોતાના પરિવારના બાળકો સાથે ચોસાલા ગામ જઈ રહી હતી. આ દરમ્યાન રેટિયા નજીક નાનીડોકી ગામમાં રોડની બાજુમાં આવેલા ખુલ્લા તળાવના 30 ફૂટ ઊંડા કોતરમાં ઓટો રીક્ષા ખાબકી હતી. ઓટો રિક્ષામાં કુલ 6 લોકો સવાર હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતુ.

દુર્ઘટના@દાહોદ: રીક્ષા તળાવમાં ખાબકતાં 3 બાળકોના ડૂબી જવાથી મોત, 3 લોકોનો બચાવ

આ દરમ્યાન ઘટનાની જાણ ફાયર ફાઇટર અને પોલીસને કરતાં પોલીસ અને 108 ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મદદમાં જોતરાઈને પાણીમાં ડૂબી રહેલી ત્રણ મહિલાઓને ભારે જહેમત બાદ બચાવી લેવાઈ હતી. જોકે નવજાત સહિત ત્રણ બાળકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવતાં ગામમાં અને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ઇજાગ્રસ્ત ત્રણ મહિલાઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ખાનગી રિક્ષા ચાલક આ અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.