દુર્ઘટના@દાહોદ: બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર,દાહોદ કોરોના મહામારી વચ્ચે આજે દાહોદમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયુ છે. આજે સવારે દાહોદ-ગરબાડા જવાના માર્ગ ઉપર ગરબાડા તરફ જતો અજાણ્યો બાઈક ચાલક અને દાહોદ તરફ આવતી બોલેરો પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયકંર હતો કે, બોલેરો પીકઅપડાલાએ બાઈક ચાલકને રોડ ઉપર કચડી નાખતાં બોલેરો
 
દુર્ઘટના@દાહોદ: બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર,દાહોદ

કોરોના મહામારી વચ્ચે આજે દાહોદમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયુ છે. આજે સવારે દાહોદ-ગરબાડા જવાના માર્ગ ઉપર ગરબાડા તરફ જતો અજાણ્યો બાઈક ચાલક અને દાહોદ તરફ આવતી બોલેરો પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયકંર હતો કે, બોલેરો પીકઅપડાલાએ બાઈક ચાલકને રોડ ઉપર કચડી નાખતાં બોલેરો રોડ ઉપર પલટો ખાઈ ગઈ હતી. જેને લઇ રોડ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ તરફ માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે અજાણ્યા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@દાહોદ: બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત

દાહોદ-ગરબાડા જવાના માર્ગ ઉપર આજે સવારે બાઇક અને બોલેરો પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ તરફ બોલેરો પીકઅપ ચાલકને પણ ઈજાઓ પહોંચ્યા બાદ અકસ્માત કરી તે ફરાર થઇ ગયો હતો. આ દુઘર્ટનામાં બાઇકચાલક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે.

દુર્ઘટના@દાહોદ: બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત

ઘટનાની જાણ થતાં 108 તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે આવી રોડ ઉપર પડેલી બોલરોને હટાવી ટ્રાફિક ખુલ્લો કરી બોલરોને સાઈટ ઉપર ખસેડવા કવાયત હાથ ધરી છે. આ સાથે મરનાર અજાણ્યા બાઈક ચાલકની ઓળખાણ કરાવવા માટેના પ્રયાસો હાથ ધરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના@દાહોદ: બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત