દુર્ઘટના@ડીસા: મધરાત્રે બાઈક સ્લીપ થતાં 2 આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા પંથકમાં બુધવારે રાત્રે થયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યા છે. બાઈક સ્લીપ થઈ જતાં બંને યુવકો નીચે પટકાયા હતા. જે બાદમાં તેમનું મૃત્યું થયું હતું. આ મામલે પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા
 
દુર્ઘટના@ડીસા: મધરાત્રે બાઈક સ્લીપ થતાં 2 આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા પંથકમાં બુધવારે રાત્રે થયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યા છે. બાઈક સ્લીપ થઈ જતાં બંને યુવકો નીચે પટકાયા હતા. જે બાદમાં તેમનું મૃત્યું થયું હતું. આ મામલે પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ડીસાની રસાણા કૉલેજ ખાતે મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક લઈને જતાં બે યુવકો રોડ પર પટકાયા હતા. બાઇક સ્લીપ થતાં બંને નીચે પટકાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોનાં મૃત્યુ થયા હતા. બાઇક ચાલક બંને યુવકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક યુવકોના નામ પ્રકાશજી પાંચાજી ઠાકોર અને સુખાજી વિહાજી ઠાકોર (રહે. ખરડોસણ) હોવાનું સામે આવ્યું છે. બાઇક સ્લીપ થયા બાદ બંને યુવકો નીચે પટકાયા હતા. જેના પગલે બંનેને માથા સહિતના ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો